Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

કાર્પેટવેરાથી રાજકોટમાં સોનાનો સુરજ ઉગશેઃ બંછાનિધી

જુની બિલ્ટ-અપ વેરાઆકારણી ગુંચવણભરી અને વેરા વધુ હોવાથી ઉદ્યોગો આવતા નહીઃ હવે વેરાદર ઘટતા કોર્પોરેટર ઓફીસો મલ્ટી નેશનલ કંપનીઓ બેંકો રાજકોટ આવતી થશેઃ સ્ટેન્ડીંગ કમીટીના નિર્ણયને વધાવતા મ્યુ.કમિશ્નર

રાજકોટ, તા., ૮: સ્ટેન્ડીંગ કમીટીએ કાર્પેટ વેરા આકારણીનાં દરો અને નિયમો મંજુર કરતા હવે રાજકોટનો વિકાસ ઝડપી બનશે અને ઔદ્યોગીક તથા કોર્પોરેટ ક્ષેત્રે સોનાનો સુરજ ઉગશે તેવી આશા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ વ્યકત કરી છે.

શ્રી પાનીએ સ્ટેન્ડીંગ કમીટીના નિર્ણયને આવકારતાં જણાવેલ કે જુની બિલ્ટ અપ એરીયાવાળી વેરા આકારણી પધ્ધતી અત્યંત ગુંચવણભરી હતી અને તેમાં વેરા પણ વધુ હતા તેથી રાજકોટમાં મિલ્કતો-ઓફીસો બનાવવામાં કોર્પોરેટ કંપનીઓ ઉદ્યોગો ખચકાટ અનુભવતા હતા.

હવે સમગ્ર દેશમાં રાજકોટમાં કાર્પેટ મુજબ ઓછા વેરા દર રાખવામાં આવતા મલ્ટીનેશનલ કંપનીઓ-બેંકો-હોસ્પીટલો વગેરે રાજકોટમાં મુકામ કરશે અને તેના કારણે શહેરનાં વિકાસને વેગ મળશે. અંતે કમિશ્નરશ્રી પાનીએ જણાવેલ કે કાર્પેટ વેરા પધ્ધતી એટલી સરળ અને પારદર્શક છે કે તેનાથી ભ્રષ્ટાચાર ઘટશે લોકો જાતે જ તેની મિલ્કતની વેરા આકારણીનો અંદાજ નકકી કરી શકશે. આમ ૪ દાયકા બાદ મિલ્કત વેરાની આકારણીમાં ધરખમ ફેરફારો પ્રજાહીતમાં છે તેમ શ્રી પાનીએ ઉમેર્યુ હતું. 

(4:31 pm IST)