Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

આરડીએનપી પ્લસ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી

 એચઆઇવી સાથે જીવતા લોકો માટે કામ કરતા 'આર.ડી.એન.પી. પ્લસ' સંગઠન દ્વારા તાજેતરમાં ધુળેટી નિમિતે ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સભ્ય પરિવારોએ ગુજરાતી ફિલ્મ લવની ભવાઇની મોજ માણી હતી. ફાર્મ હાઉસ પર સાંસ્કૃતિ કાર્યક્રમ અને ભાવતા ભોજન કરાવાયા હતા. તક્ષભાઇ મિશ્રાના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળ બનાવાયો હતો. સંસ્થાના સ્થાપના દિવસને યાદગાર બનાવાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્રના ડો. પી. જી. ભટ્ટ, સિવિલ હોસ્પિટલના ડો. મનીષ મહેતા, સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, સી. એ. જે. આર. મંકોડી, સોશ્યલ વર્કર શ્રીમતી ચંદાબેન અનડકટ ઉપસ્થિત રહ્યા હતા.

(4:21 pm IST)