Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પાણીજન્ય રોગચાળાનો હાહાકારઃ ઝાડા-ઉલ્ટી-શરદી-ઉધરસના ૩૬૦ દર્દીઓ

રાજકોટ તા. ૮ શહેરમાં ગરમીનો પારો ઉંચે જતા હવે પાણીની માંગ વધી છે તેની સાથો-સાથ પાણીજન્ય ઝાડા-ઉલ્ટી, મરડો, શરદી-ઉધરસ જેવ રોગચાળો પણ ધીમીગતીએ વકરી રહ્યો છે કેમકે છેલ્લા અઠવાડિયા દરમિયાન મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં નોંધાયેલ વિગતો મુજબ ૩૦૦ જેટલા દર્દીઓની સારવાર આરોગ્ય કેન્દ્રમાં થઇ છ.ે

આ અંગે કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. પી.પી.રાઠોડનાં જણાવ્યા પ્રમાણે તા. ૧ થી ૭ માર્ચ સુધીનાં છેલ્લા અઠવાડિયામાં  શર્દી-ઉધરસ-તાવના ર૧૬, દર્દીઓ, ઝાડા-ઉલ્ટીના ૧૧૪, ટાઇફોઇડ-મેલેરીયાના ૪, કમળના ૧અને મરડાના ૯ દર્દીઓ તંત્રના ચોપડે સતાવાર રીતે નોંધાયો છે.આ ઉપરાંત મેલેરીયા વિભાગ દ્વારા શાળાઓમાં જનજાગૃતી  દવા છંટકાવ, મચ્છરો માટે મકાનધારોને નોટીસો ફટકરાય છે. છતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. અને તાવના દર્દીઓ વધ્યા છે.

ફુડ વિભાગે છેલ્લા અઠવાડીયામાં ૧૧૯ કીલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

આમ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ કામગીરી થઇ હોય તો રોગચાળો વકરતો અટકવો જોઇએ.

આરોગ્ય વિભાગના સતાવાર રીપોર્ટમાં જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયામાં સેન્ટ્રલ-વેસ્ટ-ઇસ્ટ ઝોનનાં  વોર્ડમાંથી પાણીના ૪૩૦ નમુના લેવાયા હતા. આ તમામ નમુના પીવાલાયક જણાયેલ છે.

રોગચાળા અટકાયતી પગલાની ઉપરોકત તમામ કામગીરી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર ઇ.ચાર્જ આરોગ્ય અધિકારી ડો.પંકજ  રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ઇસ્ટ ઝોન ડો. મનીષ ચુનારા, નાયબ આરોગ્ય અધિકારી સેન્ટ્રલ ઝોન ડો. હિરેન વિસાણી, ડેઝીગ્રેટેડ ઓફીસર અમિતપંચાલ, બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઇ વ્યાસ, દિલીપદાન નાંધુ, રીતેશભાઇ પારેખ તથા ફુડ ઇન્સ્પેકટરો ચન્દ્રાકાંત ડી.વાઘેલા, હિમાંશુ જી.મોલિયા, કૌશિક જે. સરવૈયા, કેતન એમ.રાઠોડ તેમજ રાજુલા આર. પરમાર દ્વારા કરવામાં આવીહોવાનું આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવ્યુ઼ છે.

(4:11 pm IST)