Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

નિધિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા

 શહેરમાં વોર્ડ નં. ૧ માં આવેલી નિધિ સ્કૂલ દ્વારા ધો. ૧૦-૧રના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ રાખવામાં આવેલ હતો. જેમાં પરિક્ષા વિશે ખાસ માર્ગદર્શન અપાયું હતું. TCS કોમ્પ્યુટરના શ્રીમતિ કાજલબેન દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેટ કરવામાં આવ્યાં અને સ્કૂલના ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા દ્વારા વિદ્યાર્થીઓને સારા માર્ક કેવી રીતે લેવા તે અંગેની સમજણ અપાઇ હતી. કાર્યક્રમમાં ટ્રસ્ટી હર્ષાબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીનાબેન ગોહેલ, અર્ચાનાબા જાડેજા, અદિતિ ભટ્ટ તથા ધોરણ ૧૦-૧રના શિક્ષકગણ ઉપસ્થિત રહેલ.

(4:10 pm IST)