Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

કાલે શુક્રવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર- કચ્છની નગરપાલીકા - મહાનગરપાલીકાઓનો વર્કશોપ

કેન્દ્ર દ્વારા થતી ગ્રાન્ટ ફાળવણી અંગે સમજુતી અપાશેઃ ધનસુખભાઈ ભંડેરીઃ ૧૪મીએ અમદાવાદમાં અને ૧૬મીએ સુરતમાં પણ આયોજનઃ બજેટની કામગીરીની માહિતી પણ અપાશે

રાજકોટ,તા.૮: ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રસરકાર તથા અન્ય રાજયોમાં ભાજપ સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહયો છે અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહયા છે ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત માર્ગદર્શન હેઠળ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકાઓને રોડ, રસ્તા, લાઈટ, ગટર, પાણી ઉપરાંત બગીચાઓના વિકાસ કાર્યોની સાથોસાથ અને આંતરમાળખાકિય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે વર્ષ ૨૦૧૮- ૧૯ની ૧૫માં નાણાપંચની પરફોર્મન્સ ગ્રાન્ટની દરખાસ્તો તૈયાર કરવા માટેની જાણકારી આપવા અંગેનો વર્કશોપ યોજાશે.

આ વર્કશોપ આવતીકાલે શુક્રવારે રાજકોટમાં ૧૪મીએ, અમદવાદમાં અને ૧૬મીએ સુરત ખાતે યોજાશે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા ગુજરાત મ્યુનિસ્પિલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ૧૫માં નાણાપંચની ગ્રાન્ટની સમજુતી અંગે સમગ્ર ગુજરાતભરની ૧૬૨ નગરપાલિકાના ચીફ ઓફીસર અને એકાઉન્ટન્ટ, ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ, હિસાબનીશ, બજેટની કામગીરી જાણકાર કર્મચારીઓ તથા ૮ મહાનગરપાલિકાના એકાઉન્ટન્ટ ઓફીસર અને બજેટની કામગીરી જાણનાર કર્મચારીઓને વધુ માહિતગાર કરવાના હેતુથી તબકકાવાર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આવતીકાલે રાજકોટ ધ ફન હોટલ, ડીલકસ ચોક ખાતે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાની કુલ મળી ૬૭ નગરપાલિકાઓ તેમજ રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ મહાનગરપાલિકા માટે યોજાશે.

તા.૧૪ માર્ચના અમદાવાદ ખાતે ઉતર ગુજરાત તથા મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, ખેડા, મહેસાણા, સાબરકાઠા, અરવલ્લી, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ જીલ્લાની ૬૮ નગરપાલિકા તેમજ અમદાવાદ, ગાંધીનગર મહાનગરપાલિકા માટે વર્કશોપ યોજાશે. તેમજ સુરત ખાતે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા જિલ્લાની ૨૭ નગરપાલિકા તેમજ વડોદરા, સુરત મહાનગરપાલિકા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના તજજ્ઞ અધિકારીઓ માર્ગદર્શન આપશે. આમ અંતમાં ધનસુખભાઈ ભંડેરી (મો.૯૯૦૯૦ ૩૧૩૧૧)એ જણાવ્યું હતું.

(11:50 am IST)
  • મહાત્મા ગાંધી દ્વારા હસ્તાક્ષર કરાયેલ એક દુર્લભ ફોટો અમેરિકામાં 41,806 ડોલર એટલે કે 27 લાખ 22 હજાર 615 રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યો છે. તસ્વીરમાં ગાંધીજીને મદન મોહન માલવિયા સાથે જોવામાં આવી રહ્યા છે. બોસ્ટન સ્થિત આરઆર ઓકશન મુજબ, આ ફોટો સપ્ટેમ્બર 1931 માં લંડનમાં બીજા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યો હતો. આ દુર્લભ ચિત્ર પર, મહાત્મા ગાંધીએ ફાઉન્ટેન પેન દ્વારા 'એમ કે ગાંધી' લખીને પોતાના હસ્તાક્ષર કર્યા છે. access_time 2:53 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોરિશ્યસ -માદાગાસ્કરની 11થી 15 માર્ચ દરમિયાન મુલાકાત લેશે access_time 12:04 am IST

  • જગવિખ્યાત સુફી ગાયક બેલડી વડાલી બ્રધર્સમાં નાના ભાઈ ઉસ્તાદ પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે હાર્ટ એટેકમાં મૃત્યુ થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને ગઈ કાલે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ગઈ કાલે તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્યારેલાલ વડાલીના નિધન વિશે તેમના ભત્રીજા લખવિંદર વડાલીએ જાણ કરી હતી. access_time 1:04 pm IST