Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

કોઠારીયા સોલવન્ટ નજીક મહિલાએ ટ્રેન હેઠળ કૂદી જિંદગીનો અંત આણ્યો

મૃતકના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૮: કોઠારીયા સોલવન્ટ રાજકમલ પેટ્રોલ પંપ સામેના ભાગે ફાટક નં. ૧૩-૧૪ વચ્ચે સાંજે આશરે ૪૦ થી ૪૫ વર્ષના એક મહિલાએ ટ્રેન આગળ પડતું મુકી દેતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવની જાણ કન્ટ્રોલ ઇન્ચાર્જ પી.એન. ઝાલાએ કરતાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. ડી. બી. ગઢવી અને રાઇટર જયદેવભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર મહિલાએ જાંબલી રંગનો કુરતો અને લાલ રંગનો પાયજામો પહેર્યા છે. મધ્યમવર્ગિય હોય તેવી જણાય છે. તેણે ટ્રેન સામે કૂદકો માર્યાનું ટ્રેન ડ્રાઇવરે જણાવ્યું હતું. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૫)

(10:35 am IST)