Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

૧૪ અને ૧૫ ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ યોજાશે

રાજકોટ સહિત અન્ય સાત જિલ્લાઓ અને અન્ય ત્રણ મહાનગરપાલિકાના ૧૨૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે

રાજકોટ:ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,રાજકોટ દ્વારા સંચાલિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાનો કલા મહાકુંભ -૨૦૨૨-૨૩ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની રાસ, લોકગીત/ભજન, ભરતનાટ્યમ, વક્તૃત્વ, લોકવાર્તા, તબલા, ગીટાર અને મોહિનીઅટ્ટમ સ્પર્ધાનું આયોજન કાર્યક્રમ આગામી તા.૧૪,૧૫ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન હેમુ ગઢવી નાટ્યગૃહ, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાશે.

આ સ્પર્ધામાં રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત રાજકોટ, જામનગર, જુનાગઢ અને ભાવનગર મહાનગરપાલીકા સહિતના ૧૨૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે.

આગામી તા. ૧૪/૦૨/૨૦૨૩ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગુહ રાજકોટ ખાતે રાસ સ્પર્ધા અને બપોરે ૦૨ કલાકે મોહિનીઅટ્ટમની સ્પર્ધા યોજાશે. સાથે સાથે સવારે ૧૧ કલાકે મીની સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગુહ રાજકોટ ખાતે લોકગીત/ભજન અને બપોરે ૦૧ કલાકે વકતૃત્વ સ્પર્ધા યોજાશે.

આગામી તા. ૧૫/૦૨/૨૦૨૩ મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગુહ રાજકોટ ખાતે ભરતનાટ્યમ સ્પર્ધા અને બપોરે ૦૧ કલાકે તબલા સ્પર્ધા યોજાશે. સાથે સાથે સવારે ૧૧ કલાકે મીની સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગુહ રાજકોટ ખાતે લોકવાર્તા અને બપોરે ૦૧ કલાકે ગીટાર સ્પર્ધા યોજાશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરાની યાદીમાં જણાવાયું છે.

(12:43 am IST)