Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ૯૦ ટકા કામ પૂર્ણ

૧૪૦૦ કરોડના ખર્ચે એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે : આ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી શકે છે, એરપોર્ટ ઓથોરીટી દ્વારા તૈયારી

રાજકોટ, તા.૯ : રાજકોટમાં આંતરરાષ્ટ્રી ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કામ ૯૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયુ છે. રાજકોટમાં ૧૪૦૦ કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર થઈ રહ્યુ છે. આગામી એપ્રિલમાં એરપોર્ટનું લોકાર્પણ થઈ જવાની શક્યતા સેવાઈ રહી છે. આ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવી શકે છે. આ માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે વડાપ્રધાન મોદીને આમંત્રણ આપવામાં આવશે.

રાજકોટમાં નિર્માણ થઈ રહેલા ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું કામ ૯૦ ટકા જેટલું પૂર્ણ થઈ ગયુ છે. આ કામગીરીમાં રનવે, પાર્કિગ, બોક્સ લવર્ડ, ટેક્સી ટ્રેક અને કોમ્યુનિકેશન બિલ્ડિંગ સહિતની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ ઉપરાંત બાઉન્ડ્રી વોલની કામગીરી તેમજ જમીનને સમતળ કરવાની કામગીરી પણ કાર્યરત છે. એરપોર્ટના રનવેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારના ક્લિયરન્સ બાદ તંત્ર દ્વાર આ એરપોર્ટના લોકાર્પણની તારીખ નક્કી કરી જાહેર કરવામાં આવશે.

(7:23 pm IST)