Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ઓહોહો...સામાકાંઠે બે વર્ષ જુનો એકસપાયરી ડેટ થયેલ ૭૬ કિલો ખાદ્ય પદાર્થ ઝડપાયો : નાશ : વેપારીને નોટીસ

એજી ચોક હોકર્સઝોનમાં ૨૨ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : લક્ષ્મીનગર મેઇન રોડ તથા જુના માર્કેટીંગ યાર્ડ વિસ્‍તારમાંથી ચીઝ અને કોકોનેટ ઓઇલના નમુના લેવાયા

મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આજે કામગીરી દરમિયાન ‘‘રવિરાજ રેફ્રીજરેશન'', વલ્લભનગર, પેડક રોડ આડો, રાજકોટ ખાતે તપાસ કરતાં સ્‍થળ પર સંગ્રહ કરેલ બે વર્ષ પહેલા એકસપાયરી ડેટ વીતી ગયેલ તેવાં ફેટ સ્‍પ્રેડ/ ટેબલ માર્ગર્રિનનો- ૫૩ કિ.ગ્રા. તથા હની દૂધ -૨૩ લી. જથ્‍થો મળી આવતા તે માનવ આહાર માટે અયોગ્‍ય હોય કુલ મળી આ. ૭૬ કિ.ગ્રા. જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીમાં સ્‍ટોરેજ બાબતે તેમજ  ફૂડ લાઇસન્‍સ રીન્‍યૂ કરવા નોટિસ આપવામાં આવેલ. 

ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે શહેરના એ.જી ચોક, હોકર્સ ઝોન, કાલાવડ રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૨ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૦૭ પેઢીને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

ફૂડ વિભાગ દ્વારા શહેરના એ.જી ચોક, હોકર્સ ઝોન, કાલાવડ રોડ વિસ્‍તારમાં આવેલ જય ભવાની દાળપકવાન, દિલખુશ પાણીપુરી સેન્‍ટર, N'JOY POINT મહાદેવ, લાઈવ તડકા, પીઠડ ચાઇનીઝ & પંજાબી, શ્રીનાથ કાઠિયાવાડી તથા  શ્રીનાથ ઢોસા -લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

નમુનાની કામગીરી

  ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ  કુલ ૨ નમૂના લેવામાં આવેલ (૧) બંધન પ્રોસેસ્‍ડ ચીઝ (ફ્રોમ ૧ કે.જી. પેકેડ) સ્‍થળ - ઓમ ફૂડ પ્રોડક્‍ટસ, લક્ષ્મીનગર મેઇન રોડ, રાજેશ હાર્ડવેર પાસે, રાજકોટ.  તુલસી ઓઇલ્‍સ ફીટલ્‍ટરડ(ફ્રોમ ૧૫ કે.જી. પેક્‍ડ ટીન) સ્‍થળ -મે. શશિકાંત ગુલાબચંદ, શોપ નં. H-27, જૂનું માર્કેટિંગ યાર્ડ, R.T.O. પાસે, રાજકોટ ખાતેથી લેવામાં આવ્‍યા હતા.

(5:05 pm IST)