Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા ઘર દીવડાઓને સોસિયો પ્રાઇડ ઓફ રાજકોટ એવોર્ડ

નવનિર્વાચીત ધારાસભ્‍યનું પણ સન્‍માન

રાજકોટ તા.૯: ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા છેલ્‍લા ચાર વર્ષથી ભારતની ૧૦૦ વર્ષ જુની ઠંડાપીણાની સ્‍વદેશી બ્રાન્‍ડ સોસિયોના સહયોગથી રાજકોટના અલગ અલગ ક્ષેત્રે સર્વશ્રેષ્‍ઠ પ્રદાન કરી સમગ્ર ગુજરાત અને ભારતમાં રાજકોટનું નામ ઉજાગર કરનાર ઘર દીવડાઓને પ્રતિવર્ષ સોસિયો પ્રાઇડ ઓફ રાજકોટ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.

સતત ચોથા વર્ષે આગામી તા.૧૨ના રવિવારે રોટરી ગ્રેટરભવન, કોઠારી નિદાન કેન્‍દ્રથી બાજુમાં, વિદ્યાનગર મેઇનરોડ ખાતે શહેરશ્રેષ્‍ઠીઓની ઉપસ્‍થિતિમાં આ એવોર્ડ અપાશે. સાથોસાથ તાજેતરની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજકોટની ચારેય વિધાનસભામાં વિજય હાંસલ કરનાર ધારાસભ્‍યો સર્વશ્રી ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલારા અને ઉદયભાઇ કાનગડને સંસ્‍થા દ્વારા સન્‍માનિત કરવામાં આવશે.

સોસિયો પ્રાઇડ ઓફ રાજકોટ એવોર્ડ વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ૫ શ્રેષ્‍ઠીઓ જેમાં આરોગ્‍યક્ષેત્રે ડો.મયંક ઠકકર, શિક્ષણક્ષેત્રે સેન્‍ટમેરી શાળાના શિક્ષક ઉમેશભાઇ વાળા, સેવાક્ષેત્રે જૈન શ્રેષ્‍ઠી મયુરભાઇ શાહ, જયારે લોકસાહિત્‍યક્ષેત્રે લોકગાયક, પત્રકાર, લેખક એવા નિલેશભાઇ પંડયા, સહકારક્ષેત્રે ડો.પ્રવિણભાઇ નિમાવતને આ પારિતોષિક અર્પણ્‍ કરવામાં આવનાર છે.

ઉપરાંત બે પ્રતિષ્‍ઠિત સંસ્‍થાઓ જીવદયા ગ્રુપ અને જુવેનાઇલ ડાયાબીટીશ ફાઉન્‍ડેશનને આ એવોર્ડ અર્પણ કરાશે

આ એવોર્ડ અર્પણ અને સન્‍માન કાર્યક્રમ કંચન બોટલીંગ પ્રા.લી.ના ચેરમેન બીપીનભાઇ પલાણના અધ્‍યક્ષ સ્‍થાને અને મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ઉદ્ધાટન થનાર આ કાર્યક્રમમાં સર્વશ્રી કશ્‍યપભાઇ શુકલ, રાજુભાઇ ભંડેરી, નેહલભાઇ શુકલ, સર્વાનંદભાઇ સોનવણી, દેવાંગભાઇ માંકડ, મુકેશભાઇ દોશી, કિરીટભાઇ પટેલ, ડી.વી.મેહતા, કીરેનભાઇ છાપીયા, યશભાઇ રાઠોડ, જયશ્રીબેન ચાવડા, રમેશભાઇ ઠકકર તેમજ વર્ષાબેન પાંધી સહિતના ઉપસ્‍થિત રહેશે

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્‍થાના સ્‍થાપક ભાગ્‍યેશ વોરાની રાહબરીમાં મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નિમેશ કેસરીયા, ચંદ્રેશ પરમાર, અલ્‍પેશ પલાણ, જે.પી.ફુલારા, રાજનસુરૂ, રસિક મોરધરા, ધવલ પડીઆ, વિરલ પલાણ, નીતિન જરીયા, રોહિત સિધ્‍ધપુર, સાવન ભાડલીયા, મિલન વોરા, અલ્‍પેશ ગોહેલ, હર્ષદ ચોકસી, જીતેશ સંઘાણી, વિશાલ અનડકટ, રિતેશ ચોકસી, દિલજીત ચૌહાણ, સંજય ચૌહાણ, જીજ્ઞેશ આહીર, જય આહીર, પુનિત બુંદેલા, જય દુધૈયા, હિતેશ કોઠારી વગેરે જહેમત ઉઠાવી રહયા છે.

(5:02 pm IST)