Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

અનુભવ ભરેલી નજરૂ રાખો ભાજપના મિરાણીજી, માર્ગદર્શન આપો, દ્વિધા કાપો, પક્ષના પ્રમુખશ્રી..

.આ છે બજેટ : રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે સૂચવેલા વેરા વધારા સહિતના બજેટમાં ફેરફાર કરી સ્‍ટેન્‍ડીંગ કમીટીએ આજે બહાલી આપી છે. સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલએ બજેટ મંજૂર કરતા પૂર્વ ભાજપના શહેર પ્રમુખ અને સ્‍ટેન્‍ડીંગના પૂર્વ ચેરમેન કમલેશ મિરાણીને બજેટની ઝલક બતાવી પાણી વેરામાં ‘પાણીદાર' વધારા સહિતની બાબતની ચર્ચા કરી હતી. સ્‍ટેન્‍ડીંગ ચેરમેનને માર્ગદર્શન મેળવ્‍યાનો સંતોષ હતો અને પક્ષ પ્રમુખને માર્ગદર્શન આપ્‍યાનો રાજીપો હતો. ધારાસભાની ખુરશી સુધી ભલે ન પહોંચી શકાયુ, પ્રમુખ તરીકેની ‘ખુશી' તો અકબંધ છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

 

(4:58 pm IST)