Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

૧૭મીએ મનપાનું જનરલ બોર્ડ : બજેટને હરી ઝંડી

પાણી વેરાના દર નકકી કરવા મિલ્‍કત વેરામાં વળતર યોજના, શિક્ષણ સમિતિનું બજેટ સહિતની ૧૩ દરખાસ્‍તો

રાજકોટ, તા. ૯ : આજે સ્‍ટેન્‍ડીંગ કમિટીએ મ્‍યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦ર૩-ર૪ નું ર૬.ર૦ અબજ નું બજેટ મંજુર કરી જનરલ બોર્ડની મંજુરી માટે મોકલી આપતા મેયર પ્રદિપ ડવએ આગામી તા. ૧૭ ના શુક્રવારના સવારે ૧૧ વાગ્‍યે જનરલ બોર્ડ બોલાવ્‍યું છે. જેમાં માત્રને માત્ર બજેટની કરવેરા દરખાસ્‍તોને બહાલી આપવાનો એજન્‍ડા પ્રસિધ્‍ધ કરાયો છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહિતી મુજબ મેયરશ્રીએ પ્રસિધ્‍ધ કરાવેલા એજન્‍ડામાં ᅠધી જી.પી. એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ-૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનરગપાલિકાના સને ર૦૧૯-ર૦, ર૦ર૦-ર૧ અને ર૦ર૧-રર ના આવક ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલલાઇઝડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ/ દસ્‍તાવેજો/ વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તેમજ ધી. જી.પી. એમ.સી. એકટ ૧૯૪૯ ની કલમ-૯પ મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ર૦રર-ર૩નું રિવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪નું અંદાજ પત્ર મંજુર કરવા.

આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે સામાન્‍ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા કાર્પેટ એરીયા આધારિત વેરા-પધ્‍ધ્‍તિના નિયમોમાં ફેરફાર કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે પાણી દર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે પાણી દર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ-ર૦ર૩-ર૪ માટે ડોર ટુ ડોર ગોર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે ખુલ્લા પ્‍લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે વાહન કર નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે થિયેટર ટેક્ષ નિયત કરવા, આગામી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માટ એનાવાયરમેન્‍ટ ચાજ ર્નિયત કરવા.

રાજકોટ મહાનગરપાલિકાની મિલ્‍કતવેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલ્‍કતધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરવા પ્રોત્‍સાહિત થાય તે માટે ‘‘One Time Installment Scheme'' લાગુ કરવા, આગામી નાણાકીય વર્ષ-ર૦ર૩-ર૪ માટે મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા.

આગામી નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ માટે ઓનલાઇન પેમેન્‍ટમાં વળતર આપવા તથા નગરપ્રાથિમક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ-ર૦ર૩-ર૪ નું વાર્ષિક અંદાજ પત્ર મંજુર કરવા સહિત ૧૩ દરખાસ્‍તોનો સમાવેશ થાય છે.

(4:56 pm IST)