Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

દર વર્ષે ગાંધી મ્‍યુઝીયમમાં ૪ દી' બાળકોને નિઃશુલ્‍ક પ્રવેશ

રાષ્ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના જીવન-કવન આધારિત મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ એ સમગ્ર દેશભરમાં સૌપ્રથમ વખત રાજકોટ મહાનગરપાલિકાની મૂલ્‍યવાન ભેટ છે. ભારતના જુદા જુદા રાજયોમાંથી તેમજ વિશ્વભરમાંથી હજારો મુલાકાતીઓ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમની મુલાકાત લઇ, ગાંધીબાપુના જીવનના આદર્શોમાંથી પ્રેરણા મેળવે છે. વધુને વધુ બાળકો ગાંધીજીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી દર વર્ષે ૨૬-જાન્‍યુઆરી, ૩૦-જાન્‍યુઆરી, ૧૫-ઓગષ્ટ, ૨-ઓક્‍ટોબરના રોજ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમમાં ૧૨ વર્ષ કે તેથી નાની વયના બાળકોને નિઃશુલ્‍ક પ્રવેશ આપવાનું મંજુર કરવામાં આવેલ છે.

(4:43 pm IST)