Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

પુષ્‍કર પટેલની સિધ્‍ધિ : બજેટની સીક્‍સર ફટકારી

    રાજકોટ તા. ૯ : મ.ન.પા.નું વર્ષ ર૦ર૩-૨૪નું બજેટ આજે સ્‍ટેન્‍ડીંગ કમીટીએ મંજુર કરેલા બજેટનાં કદમાં ૩૯.૯૭ કરોડનો વધારો કરાયો છે. સાથોસાથ ૧૫ નવી યોજનાઓ પણ ઉમેરાઇ છે. પરંતુ આ ફેરફારથી બજેટની આવક બાજુએ કોઇ જ મોટા ફેરફારો કરાયા નથી. કેમ કે આવકનાં લક્ષ્યાંકો ખોટી રીતે વધારીને નવી યોજનાઓ ઉમેરવામાં આવે છે તે બાબત અવાસ્‍તવીક સાબીત થાય છે. ત્‍યારે અનુભવી ચેરમેન પુષ્‍કર પટેલે તેઓના અનુભવ અને કોઠાસુઝનો પુરો ઉપયોગ કરી બજેટમાં મ્‍યુ.કમિશ્નરે સુચવેલા કેટલાક ન થઇ શકે તેવા અને કેટલાક કરકસર થઇ શકે તેવા ખર્ચાઓ કાઢી નાખીને બજેટનું કદ વધારી અને નવી યોજનાઓની જોગવાઇ કરી છે. પુષ્‍કર પટેલે આ છઠ્ઠુ બજેટ રજુ કરી સિધ્‍ધી મેળવી છે.

આ બજેટમાં અન્‍ય કેટલાક ખોટા ખર્ચાઓ કાઢી નવી યોજના ઉમેરી અને બજેટના કદમાં પણ ૨૫.૧૦ કરોડનો વધારો કરાયો છે. સ્‍ટેન્‍ડીંગ ચેરમેન તરીકે પુષ્‍કર પટેલ તા. ૧૪-૧૨-૨૦૧૫ થી તા. ૧૫-૬-૨૦૧૮ સુધીની પહેલી ટર્મમાં ત્રણ વખત અને ચાલુ ટર્મમાં ત્રણ વખત સહિત કુલ છઠ્ઠી વખત બજેટ રજુ કરવાની સિધ્‍ધી મેળવી છે.ᅠ

અત્રે નોંધનીય છે કે, આ અગાઉ વિજયભાઇ રૂપાણીએ મનપાનું ૬ વખત બજેટ રજુ કરી ઇતિહાસ રચ્‍યો હતો.

 

(4:41 pm IST)