Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વેરા શાખા આક્રમકઃ વધુ ૭ નળ કટઃ બપોર સુધીમાં ૭૧ લાખની આવક

મારૂતીનગર, ગાંધીગ્રામ, રૈયા રોડ, મોરબી રોડ, જંકશન પ્‍લોટ, રેલનગર, પેડક રોડ, સંત કબીર રોડ સહીતના વિસ્‍તારોમાં ૧પ મિલ્‍કતો સીલઃ ૩પને ટાંચ જપ્તી

રાજકોટ, તા., ૯: શહેરમાં મનપા દ્વારા આવકના લક્ષ્યાંકને પુરૂ કરવા માટે નિયમીત શાખા દ્વારા વેરા બાકીવેરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે અડધા દિવસમાં રૂા.૭૧.૩ર લાખની રીકવરી કરાયેલ જયારે ૧પ મિલ્‍કતોને સીલ તથા ૭ના નળ જોડાણ કટ કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત ૩પને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી હતી.

મનપાની સતાવર યાદી મુજબ વર્ષ ૨૦૨૨-૨૩ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં- ૨ મારૂતિનગર માં આવેલ ૫-યુનિટના ટાંચ જપ્તીની નોટીસ આપેલ..    જનતા જનાર્ધન સોસયટીમાં આવેલ ૧- યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ.

વોર્ડ નં-૩     જંકશન પ્‍લોટ પાસે વેનુસ પાર્કમાં ૧-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ.  રેલ નગર મેઇન રોડ પર આવેલ ઙ્કમાધવ કોમ્‍પ્‍લેક્ષમાં ૨-યુનીટને ટાંચ જ્‍પ્તી નોટીસ આપેલ.

વોર્ડ નં- ૪  કુવાડવા નેશનલ હાઇવે રોડ પર આવેલ ૧-યુનિટ સીલ. વોર્ડ નં- ૫ પેડક રોડ કોર્નર પાસે આવેલ અમ્રુત કોમ્‍પ્‍લેક્ષમાં ૧-યુનિટ સીલ કરવામાં આવેલ.

જયારે વોર્ડ નં. ૬માં  સંતકબીર રોડ પર આવેલ ૧-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ.

 વોર્ડ નં- ૭   શાષાી મેદાન પર આવેલ ૩-યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપેલ.  યોગી ટાવર પાસે આવેલ ૩-યુનીટ સીલ.

 વોર્ડ નં-૦૮માં પાંજરા પોળ પાસે આવેલ ૧-યુનિટ ટાંચ જપ્તીની નોટીસ આપેલ.

વોર્ડ નં. ૧ર માં વિનાયકનગર વિસ્‍તારમાં આવેલ ૩ નળ કનેકશન કપાત કરેલ.

વોર્ડ નં. ૧ર ના વિનાયકનગર વિસ્‍તારની ૩ મિલ્‍કતોમાં વેરા વસુલાત શાખા તેમજ વોટર વર્કસ શાખા દ્વારા સંયુકત ડ્રાઇવ કરી પ૦ હજારથી વધુ બાકી વેરા રકમની વસુલાતમાં વેરા બીલ ન ભરાતા ૩ નળ કનેકશન કપાત કરવામાં આવ્‍યા છે.

આમ સે.ઝોન દ્વારા કુલ ૬ મિલ્‍કતોને સીલ મારેલ તથા ર-નળ કનેકશન કપાત ૧૯ મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૪પ.૩૦ લાખ, વેસ્‍ટ ઝોન દ્વારા કુલ ર મિલ્‍કતોને સીલ મારેલ તથા ૩-નળ કનેકશન કપાત, ૯-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧૧.૧ લાખ, તથા ઇસ્‍ટ ઝોન દ્વારા કુલ ૩ મિલ્‍કતોને સીલ મારેલ તથા ર-નળ કનેશન કપાત તથા પ-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂા. ૧પ.૦૧ લાખ કરાયેલ.

આજ રોજ વેરા વસુલાત શાખા દ્વારા કુલ ૧પ મિલ્‍કતોને સીલ કરેલ તથા ૭ નળ કનેકશન કપાત તથા ૩પ-મિલ્‍કતોને ટાંચ જપ્તી નોટીસ તથા રૂા. ૭૧.૩ર લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્‍યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્‍સ્‍પેકટરો દ્વારા આસી. કમિશનર સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(4:33 pm IST)