Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ફેમીલી પ્‍લાનીંગ દ્વારા એમઓયુ

 રાજકોટ : એફ. પી. એ ઇન્‍ડિયા રાજકોટ બ્રાંચ અને જે. એચ. ભાલોડીયા મહિલા કોલેજના સંયુકત ઉપક્રમે પ્રજનન આરોગ્‍ય, અધિકારો,સ્ત્રી સશકિતકરણ, વસ્‍તી શિક્ષણ, જાતીય શિક્ષણ, એચ. આઇ. વી. એઇડસ, રસીકરણ, ફેમીલી પ્‍લાનીંગ, તારૂણ્‍ય શિક્ષણ, કારકીર્દી માર્ગદર્શન જેવા ચિકીત્‍યક અને બિન ચીકીત્‍સક વિષયોને લઇને એમ.ઓ.યુ. કરાયા હતાં. આ મીટીંગમાં પ્રેસીડન્‍ટ મહેશભાઇ મહેતા, જે. કોલેજના પ્રિન્‍સીપાલ ડો. નિલેશભાઇ કાનાણી, પ્રો. ડો. જે. એમ. પનારા, એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફીસર ડો. ભરતભાઇ બાબરીયા, આસી. પ્રોફેસર હીરેનભાઇ પવાર, બ્રાંચ મેનેજર મહેશભાઇ રાઠોડએ હાજરી આપેલ. તે પ્રસંગની તસ્‍વીરી ઝલક

(4:31 pm IST)