Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

બ્રહ્મસમાજના ધો.૧૦ના છાત્રો માટે પ્રિ- બોર્ડ એકઝામ

બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય તે અર્થે આયોજનઃ પેપરસેટ નિઃશુલ્‍ક અપાશેઃ ૮૦ ટકાથી વધુ માર્ક મેળનારનું સન્‍માન

રાજકોટઃ બ્રહ્મદેવ સમાજ, રાજકોટ દ્વારા વિદ્વાન શિક્ષકોના માધ્‍યમથી બ્રહ્મસમાજના ધો.૧૦ના વિદ્યાર્થીઓનું આવનાર બોર્ડની પરીક્ષામાં મુકત મને પરીક્ષા આપી શકે એ માટે પ્રિ- બોર્ડ એકઝામ રાજકોટ શહેરમાં પરીક્ષા લેવામાં આવશે. બ્રહ્મ સમાજના ૫૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પેપરસેટ પણ નિઃશુલ્‍ક  અપાશે.

જેમાં પેપરમાં વિગત કેમ ભરવી, બેઠક વ્‍યવસ્‍થા કેવી હોય આના માટેથી તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર થયેલ પેપર સેટ પણ અપાશે અને પરીક્ષા લેવાશે. જેમાં ભાગ લેવા ઈચ્‍છતા વિદ્યાર્થીઓ શહેરમાં ચાર વિભાગ મુજબ રજીસ્‍ટ્રેશન કરાવી લેવા અપીલ કરાઈ છે.

આ અંગે વધુ માહિતી માટે (૧) વિપુલભાઈ જાની મો.૯૦૯૯૯ ૪૬૯૧૧, (૨) કશ્‍યપભાઈ રાજયગુરૂ મો.૭૯૮૪૬ ૭૭૨૬૫, (૩) જીજ્ઞેશભાઈ ત્રિવેદી મો.૭૩૫૯૨ ૯૩૪૧૬, (૪) હિમાંશુભાઈ રાજયગુરૂ મો.૮૪૬૦૦ ૧૧૧૧૪.

રજીસ્‍ટ્રેશન માટે (૧) રાજ એન્‍ટરપ્રાઈઝ, દેવપરા પેટ્રોલ પંપ સામે, કોઠારીયા રોડ, રાજકોટ, સમય સવારના ૮ થી ૧૦ કલાક સુધી, જીજ્ઞેશભાઈ ત્રિવેદી, મો.૭૩૫૯૨ ૯૩૪૧૬, (૨) શ્રી ઈન્‍સ્‍યુરન્‍સ સોલ્‍યુશન, ૩૦૬- નોર્થ એંગલ, આસ્‍થા રેસીડેન્‍સીની બાજુમાં, ૧૫૦ રીંગ રોડ, રાજકોટ, સમય સવારના ૧૦:૩૦ થી ૧૨:૩૦, વિપુલભાઈ જાની, મો.૯૦૯૯૯ ૪૬૯૧૧, (૩) સોમનાથ એસ્‍ટેટ, જમના પાર્ક મેઈન રોડ, નવા જકાતનાકા પાસે, મોરબી રોડ, રાજકોટ, સમય બપોરના ૩ થી ૫ સુધી, (૪) ગાયત્રીધામ મંદિર, જડુસ હોટલ સામે, કાલાવડ રોડ, રાજકોટ, સમય સાંજે ૬ થી ૮ (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(4:29 pm IST)