Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

દબાણ શાખા દ્વારા ૨૫૦ કિલો અખાદ્ય શાકભાજી-ફળોનો નાશ

રાજકોટ : મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, ᅠઅન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્‍તા પર નડતર રૂપ ૩ રેકડી તે રૈયા રોડ,છોટુનગર પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદીજુદી અન્‍ય ૭૫ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી જે પટેલ કન્‍યા છાત્રાલય,જીવરાજ પાર્ક,નાનામૌવા મેઈન રોડ,નાણાવટી ચોક,રામાપીર ચોકડી,એ.જી.બેન્‍ક પાસે ૧૫૦ ફુટ રિંગ રોડ,રેલનગર મેઈન રોડ, જયુબેલી,રેલ્‍વે જંકશન,યાજ્ઞિક રોડ,પોસ્‍ટ ઓફિસ રોડ,કામનાથ વે-બ્રિજ નેશનલ હાઈવે,શિતલ પાર્ક પરથી જપ્ત કરવામાં આવી હતી, ૨૫૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તે લક્ષ્મિનગર,નંદનવન(રાણી ચોક),રેલ્‍વે જંકશન,જયુબેલી પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ.૯૭,૨૫૦/-વહીવટી રૈયા રોડ, યુનિ.રોડ, ચંદ્રેશનગર, જુનિપ્રાંત રોડ, હનુમાન મઢી, ડો.હેમુદસ્‍તુર માર્ગ, ગાયત્રીનગર મેઈન રોડ, જામનગર રોડ, સંતકબિર રોડ, ગ્રિનલેન્‍ડ ચોકડી, શ્રધ્‍ધાપાર્ક પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો, રૂ.૧૩,૨૭૫/-મંડપ ચાર્જ જે યુનિ.રોડ,જામનગર રોડ,શેઠનગરની સામે નાગેશ્વર મંદિર પાસેથી વસુલ કરવામાં આવ્‍યો હતો અને ૨૮ બોર્ડ-બેનર તે ભાવનગર રોડ,કુવાડવા રોડ,પેડક રોડ,સંતકબીર રોડ પરથી જપ્ત કરવામા આવ્‍યા હતા.

(4:24 pm IST)