Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મનપાનું બજેટ શહેરની સ્‍માર્ટ સીટી તરફની આગેકૂચનું બની રહેશે

બજેટને આવકારતા વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડીંગ કમીટી સભ્‍ય નિતીનભાઇ રામાણી

 

રાજકોટ : મહાનગરપાલિકાનું નાણાંકીય વર્ષ ર૦ર૩-ર૪ રૂા. ર૬૩૭.૮૦ કરોડનું બજેટ સ્‍ટેન્‍ડીંગ કમીટી સમક્ષ રજૂ કર્યુ હતું. આ બજેટમાં ઓવરબ્રીજ, પાર્કીંગ સુવિધા વોકિંગ ટ્રેક સાથેનો  પ્‍લેગ્રાઉન્‍ડ, રાજકોટ દર્શન સીટી બસ, ડસ્‍ટ ફ્રી રોડ, યુનિફોર્મ, સાઇનેજીસ તથા યુનિફોર્મ રોડ ડીવાઇડર, હેલ્‍પ ડેસ્‍ક સ્‍માર્ટ સ્‍કુલ, નવા કોમ્‍યુનીટી હોલ જેવી વિવિધ યોજનાઓ અને બીજા અનેક કાર્ય કરવા માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઇઓ અંગે સ્‍ટેન્‍ડીંગ કમીટીએ ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરી, આવશ્‍યક સુધાર-વધારાઓ કરવા તેમજ આ બજેટમાં મર્યાદિત પ્રોજેકટસ સમાવેશ કરવાની સાથો સાથ પ્રગતિમાં રહેલ પ્રોજેકટસ સમયમર્યાદામાં પૂર્ણ થાય તેવા પ્રયાસો સાથે વાસ્‍તવદર્શી બજેટ રજૂ કરી મહાનગરપાલિકાના વર્ષ ર૦ર૩-ર૪ ના બજેટમાં શહેરની સ્‍માર્ટ સીટી તરફની આગે કુચમાં શહેરના છેવાડાના વિસ્‍તારો પણ સાથે જ રહે એ બાબતની વિશેષ કાળજી રાખવામાં આવેલ છે.

પ્રજાલક્ષી અને વિકાસલક્ષી બજેટની ભેટ રાજકોટવાસીઓને આપવા બદલ વોર્ડ નં. ૧૩ ના  કોર્પોરેટર નીતિનભાઇ રામાણીએ સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ તેમજ સ્‍ટેન્‍ડીંગ કમીટીના તમામ સભ્‍યોનો અભિનંદન સાથે આભાર માનેલ છે

(4:19 pm IST)