Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વોર્ડ-૯માં ભાજપની કારોબારીસભા

 શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના તમામ વોર્ડમાં વોર્ડ કારોબારી બેઠક યોજવામાં આવેલ. તે અંતર્ગત વોર્ડ-૯માં અક્ષર સ્‍કુલ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્‍યક્ષસ્‍થાને અને સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કર પટેલ, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, વોર્ડ પ્રમુખ પ્રદીપ નીર્મળ, વોર્ડ મહામંત્રી વિરેન્‍દ્ર ભટ્ટ, કોર્પોરેટરો જીતુભાઈ કાટોળીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્‍યાય, પ્રવીણભાઈ મારૂની ઉપસ્‍થિતિમાં  વોર્ડ કારોબારી બેઠક યોજવામાં આવેલ. સંગઠનલક્ષી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ. કારોબારી બેઠકનું સંચાલન વિક્રમ પુજારાએ કરેલ. અંતમાં આભાર વિધિ પ્રદીપ નીર્મળએ કરેલ. આ કારોબારી બેઠકમાં વોર્ડના અપેક્ષીત શ્રેણીના કાર્યકતાઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(3:09 pm IST)