Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજકોટ જીલ્લામાં સૂજલામ સૂફલામ યોજનામાં ૪૦૦થીવધુ કામો થશેઃ જીલ્લાની એક મૃતપાય નદી જીવંત કરાશે

૧૯ ડેમોને સાફ કરવા કાર્યવાહીઃ ૧૦૦ ચેકડેમોમાં રી-કન્‍સ્‍ટ્રકશન કરવા નિર્ણય : ખેત તલાવડીઓ-પ્‍લાન્‍ટેશન-ડ્રેજીંગની થશે કામગીરીઃ તમામ પ્રાંત-સંબંધીત અધીકારીઓ સાથે બેઠક યોજતા કલેકટર : પડધરી નજીકની મહત્‍વની ડેમી નદી ઉપર મોટા દબાણ અંગે કલેકટર સુધી વિગતો પહોંચીઃ પૂર હોનારત સંદર્ભે તે દૂર કરવા અંગે નિર્દેશ

રાજકોટ તા. ૯: રાજકોટ જીલ્લા કલેકટરે આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, આગામી ફેબ્રુઆરી-માર્ચથી શરૂ થનાર સૂજલામ-સૂફલામ યોજનામાં આ વખતે ૪૦૦થી વધુ કામો આવરી લેવાશે.

જેમાં જીલ્લાની એક મૃતપાય નદીને પૂનઃ જીવીત કરવા અંગે નિર્ણય લેવાયો છે. સૂજલામ સૂફલામમાં જસદણ-ધોરાજી-વિંછીયા પંથકમાં વધુ કામો આવરી લેવાશે, ૧૯ જેટલા ડેમોની સફાઇ હાથ ધરાશેપ તો ૧૦૦થી વધુ એકડેમો ઉપર રી-કન્‍સ્‍ટ્રકશન કાર્યવાહી થશે. આ ઉપરાંત કલીનીંગ-ડ્રીપ ડીલીંગ, ડ્રેજીંગ, સ્‍ટ્રકચર બાંધવું, ખેત તલાવડીઓ, શટર કલીનીંગ પણ કરાશે. આ ઉપરાંત ફોરેસ્‍ટ ખાતુ સૂચવે ત્‍યાં અલગ અલગ સ્‍થળે ખાસ પ્‍લાન્‍ટેશનનું પણ આયોજન કરાયું છે.

દરમિયાન આજે ભારે વરસાદમાં જામનગર હાઇવે પર પડધરીની અત્‍યંત મહત્‍વની ડેમી નદીમાં તોતીંગ પૂર આવે છે, અને હાઇવે બ્‍લોક થાય છે, જોખમ ઉભું થાય છે, આ બાબતે ડેમી નદી ઉપર મોટું દબાણ હોવાની વિગતો કલેકટર સમક્ષ પહોંચી હતી, પૂરહોનારત ટાળવા આ દબાણ દૂર થાય તેવી શકયતા રહેલી છે.

(3:09 pm IST)