Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

સિટી-બસ ઓપરેટ એજન્‍સીને કામમાં ક્ષતિ બદલ રૂા.પ.ર૦ લાખનો દંડ

ગેરરીતિ સબબ ૧૯ કંડકટર સસ્‍પેન્‍ડ : ૩૮ મુસાફરો ટીકીટ વિના ઝડપાયાઃ સીટી અને BRTS બસમાં ૩.૬૪ મુસાફરોએ મુસાફરીની મજા માણી

રાજકોટ તા.૧૯: મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા ૩ં૦ જાન્‍યુઆરી થી પ ફેબ્રુઆરી સુધીમાં કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સીટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. પરંતુ સિટી બસની મારૂતી ટ્રાવેલ્‍સ તથા બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતિ બદલ રૂા. પ.પ૧ લાખની પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૧૯ કન્‍ડકટરોને ફરજ મુકત કર્યા છે. ૩૮ મુસાફરો ટિકીટ વિનાનો ઝડપાયો હતો.

આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત ૩૦ જાન્‍યઅુારીથી પ ફેબ્રુઆરી સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.

RMTS સેવા

સિટી બસ સેવા (RMTS)માં તા.૩૦/જાન્‍યુઆરી-ર૦ર૩ થી તા.૦૫ ફેબ્રુઆરી-ર૦ર૩ દરમિયાન કુલ અંદાજીત ૯૭,૮૭૪ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૭૪,૨૪૫ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

સિટી બસ સેવામાં બસ ઓપરેટરમારૂતિ ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતિ બદલ કુલ ૧૪,૮૭૫ કિ.મી. ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂ!. ૫,૨૦,૬૨૫ /- ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.      

સિટી બસ સેવામાં ફેર કલેક્‍શન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ!.૨૯,૩૦૦/- ની પેનલ્‍ટી આપવામાં આવેલી છે.

સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા સબબ કુલ ૧૭ કંડક્‍ટરને ટેમ્‍પરરી સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ તથા ૦૨  કંડક્‍ટરને કાયમી ધોરણે સસ્‍પેન્‍ડ કરવામાં આવેલ છે.

ચેકીંગ દરમિયાન કુલ ૩૮ મુસાફરો ટીકીટ વગર જણાયેલ જેમાં તેમની પાસેથી કુલ અંદાજીત રકમ રૂ. ૪,૧૮૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે.  

RMTS બસ સેવા 

બી.આર.ટી.એસ. બસ સેવામાં તા.૩૦/૦૧/૨૦૨૩ થી તા.૦૫/૦૨/૨૦૨૩ દરમિયાન કુલ અંદાજીત ૫૦,૯૪૭ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૧,૯૦,૯૮૦ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે.

બી.આર.ટી.એસ. બસ સેવામાં એક્‍સ-મેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્‍સીરાજ સિકયુરીટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ. ૧,૪૦૦/- ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

(3:07 pm IST)