Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે રાજકોટ-ગુવાહાટી સ્‍પેશિયલ ટ્રેન ટિકિટનું બુકિંગ ૯ ફેબ્રુઆરીથી

રાજકોટ,૯: મુસાફરોની સુવિધા માટે, પヘમિ રેલવે દ્વારા રાજકોટ અને ગુવાહાટી વચ્‍ચે વિશેષ ભાડા પર વિન્‍ટર સ્‍પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્‍યા અનુસાર, આ સ્‍પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર ૦૫૬૩૭/૦૫૬૩૮ રાજકોટ-ગુવાહાટી સ્‍પેશિયલ  (૪ ટ્રીપ્‍સ)

ટ્રેન નંબર ૦૫૬૩૭ રાજકોટ-ગુવાહાટી સ્‍પેશિયલ રાજકોટથી શનિવારે ૧૩.૧૫ કલાકે ઉપડશે અને સોમવારે ૨૦.૩૦ કલાકે ગુવાહાટી પહોંચશે. આ ટ્રેન ૧૧ ફેબ્રુઆરી અને ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના  રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૫૬૩૮ ગુવાહાટી-રાજકોટ સ્‍પેશિયલ ગુવાહાટીથી બુધવારે ૦૯.૦૦ કલાકે ઉપડશે અને શુક્રવારે ૧૯.૧૦ કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ૮ ફેબ્રુઆરી અને ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ દોડશે. આ ટ્રેન બંને દિશામાં સુરેન્‍દ્રનગર, અમદાવાદ, છાયાપુરી, રતલામ, નાગદા, ઉજ્જૈન, બીના, સતના, મિર્ઝાપુર, પં. દીન દયાલ ઉપાધ્‍યાય, હાજીપુર, બરૌની, કટિહાર, ન્‍યુ જલપાઈગુડી, ન્‍યુ કૂચ બિહાર અને ન્‍યુ બોંગાઈગાંવ સ્‍ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્‍લીપર ક્‍લાસ અને જનરલ સેકન્‍ડ ક્‍લાસ કોચ હશે. ટ્રેન નંબર ૦૫૬૩૭નું બુકિંગ ૯ ફેબ્રુઆરી, ૨૦૨૩ થી  PRS કાઉન્‍ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્‍ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કળપા કરીને www.enquiry. indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.

(12:54 pm IST)