Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ડો.આંબેડકર યુનિ.નો ઍસઆઇનો કોર્ષ અમાન્ય :૭૫૦૦ છાત્રોનું ભાવિ બગડયું

રાજકોટ,તા. ૯ :ડો. બાબાસાહેબ આંબેડકર ઓ પન યુનિવર્સિટીમાં ઍસઆઇનો અભ્યાસ કરતા ૭૫૦૦ છાત્રોનું ભાવિ બગડ્યું છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓ પન યુર્નિ.ના ઍસઆઇના કોર્ષને યુજીસીઍ અમાન્ય ઠેરવાયો છે. વિદ્યાર્થીઓ ને પોતાની સાથે છેતરપીંડી થયાનો અહેસાસ થઇ રહયો છે. ઉપરાંત ૫ વર્ષના અભ્યાસ દરમિયાન ૭૫૦૦ છાત્રોઍ ભરેલ ૧૫ કરોડની ફી પણ ગુમાવી છે. આ અંગે કોઇ નક્કર નિર્ણય લેવામાં આવે અને વિદ્યાર્થીઓ નુ ભાવિ ન બગડે તેવી લાગણી અને માંગણી ઉભી થઇ છે.

યુજીસી દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ઓ પન યુનિવર્સિટીનો ઍસઆઇનો કોર્ષ ચલાવવા મંજુરી આપી ન હતી. તેમ છતા છેલ્લા પાંચ વર્ષથી વિદ્યાર્થીઓ  કેમ ભણે છે તે પણ તપાસનો વિષય બની રહેશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે પણ ડો. બાબાસાહેબ આંબેડકર ઓ પન યુનિ.ને આ કોર્ષ માન્ય ન હોવાનું લેખીતમાં જણાવ્યું હતું.

રાજકોટ મનપામાં સેનેટરી ઇન્સપેકટરની ભરતી માટે અરજી થઇ ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો છે.ડો. બાબાસાહેબ આંબેડકર ઓ પન યુનિ. રાજકોટ ખાતે ચાલી રહેલ આ કોર્ષના કારણે ૭૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ ની કારકિર્દી રોળાય છે. તેમના ભવિષ્ય સાથે પાંચ-પાંચ વર્ષથી રમત રમાતી હોવા છતાં કેમ ખબર ન પડી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

(1:38 pm IST)