Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વાવડી-ખોખડદળ-મવડી ક્ષેત્રમાં વીજ તંત્રની ૪૭ ટીમો દ્વારા ચેકીંગનો ધમધમાટઃ એક ડઝન વિસ્‍તારોમાં દરોડાનો દોર

રાજકોટ : સતત ચોથા દિવસે પીજીવીસીએલની ૪૭ ટીમોએ રાજકોટના એક ડઝન વિસ્‍તારોને ધમરોળી નાખ્‍યું છે, પોલીસ-વિડીયોગ્રાફરો સાથે અધિકારીઓએ વાવડી-ખોખડદડ-મવડી વિસ્‍તારમાં ચેકીંગનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્રણ દિવસમાં વીજ તંત્રે ૮૮ લાખની વીજ ચોરી ઝડપી લઇ સંખ્‍યાબંધ કનેકશનો કાપી નાખ્‍યા છે, આજે નારાયણનગર, સીતારામનગર, મચ્‍છોનગર, હરીદ્વાર સોસાયટી, કૈલાશપાર, સૂમંગલ, મંગલ, સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ, શીવ પાર્ક, આંબેડકરનગર, ખોડીયાપરા વિગેરે વિસ્‍તારો આવરી લેવાયા છે, આજે પણ રપ થી ૩૦ લાખની વીજ ચોરી ઝડપાવાની શકયતા છે.

(11:34 am IST)