Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વાછરડી મારી વાડીમાં કેમ આવવા દીધી? ભાવેશે નાના ભાઇને પાઇપથી ફટકાર્યો

સાયલાના હડાળાના રમેશને માથા-પગમાં ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૯: સાયલાના હડાળા ગામે રહેતાં રમેશ દકાભાઇ અલાણી (ઉ.વ.૩૫) નામના યુવાનને સાંજે પોતાની વાડીએ હતો ત્‍યારે બાજુમાં જ વાડી ધરાવતાં સગા મોટા ભાઇ ભાવેશ અલાણીએ ઝઘડો કરી લોખંડના પાઇપથી હુમલો કરી માથા અને પગમાં ઘા ફટકારી દેતાં લોહીલુહાણ હાલતમાં સાયલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

રમેશના કહેવા મુજબ પોતે બે ભાઇમાં નાનો છે અને ખેત મજૂરી કરે છે. પોતાની વાડીની બાજુમાં જ મોટા ભાઇ ભાવેશની વાડી છે. બંને વચ્‍ચે મનદુઃખ ચાલતું હોઇ પોતે સાંજે વાડીએ હતો ત્‍યારે કોઇની વાછરડી પોતાના ખેતરમાં આવી જતાં તેને તગડતાં તે ભાઇ ભાવેશની વાડીમાં જતી રહી હતી. આ કારણે ભાવેશ ઉશ્‍કેરાયો હતો અને તે કેમ વાછરડીને મારી વાડીમાં આવવા દીધી? તેમ કહી ઝઘડો કરી પાઇપના ઘા કરી લીધા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે સાયલા પોલીસને જાણ કરી હતી

(11:32 am IST)