Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

મેટોડામાં હિતેષને સાળા પપ્‍પુએ પીવડાવ્‍યું, ખવડાવ્‍યું પછી ઘુસ્‍તાવ્‍યો

ગાળો દેવાની ના પાડતાં ડખ્‍ખોઃ ઝાડીમાં લઇ જઇ પટ્ટાથી પણ માર્યોઃ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્‍યો

રાજકોટ તા. ૯: મેટોડામાં હિતેશ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે રહેતાં અને કારખાનામાં કામ કરતાં મુળ એમપીના યુવાન ધર્મેન્‍દ્ર શિવકુમાર બંસલ (ઉ.વ.૩૦)ને ગઇકાલે તેના સાળા પપ્‍પુએ કિસ્‍મત કારખાના પાસે પોતાના ઘરે જમવા બોલાવ્‍યા બાદ મારકુટ કરી નજીકના ઝાડી ઝાંખરામાં લઇ જઇ ત્‍યાં પણ બેલ્‍ટ, ઢીકાપાટુ અને પથ્‍થરથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો.

બનાવ અંગે લોધીકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ધર્મેન્‍દ્રના કહેવા મુજબ સાળાએ તેના ઘરે બોલાવ્‍યા બાદ બધાએ સાથે દારૂ પીધો હતો, જમ્‍યા હતાં. એ પછી તેનો સાળો ગાળો બોલવા માંડતાં તેને ગાળો દેવાની ના પાડતાં પહેલા ઘરમાં મારકુટ કરી હતી અને બાદમાં નજીકના ઝાડી ઝાંખરામાં લઇ જઇ બીજા મિત્રો સાથે મળી માર માર્યો હતો.

(12:11 pm IST)