Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

રાજકોટ જિલ્લાના અનુસુચિત જાતિના લાભાર્થીઓને વિવિધ સહાય ચૂક્વાઈ

પ્રિ-મેટ્રિક સ્કોલરશીપનો લાભ લેતા ૬૭૧૭ વિદ્યાર્થીઓએ

રાજકોટ:રાજકોટની અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગની કચેરી ખાતે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને વર્ષ ૨૦૨૨ દરમ્યાન સરકારી લાભ/સહાય અપાયા હતા. જેમાં રૂ.૧૧૪ લાખની પ્રિ-મેટ્રિક સ્કોલરશીપ ૬૭૧૭ વિદ્યાર્થીઓને અને ૪૯૨૭ વિદ્યાર્થીઓને રૂ.૧૦૮૭ લાખના ખર્ચે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ચુકવાઈ હતી.

આ ઉપરાંત ૧૦૦ લાભાર્થીઓને રૂ. ૫ લાખની ‘‘રાજા હરીશ્ચંદ્ર મરણોત્તર સહાય’’ ચુકવવામાં આવી હતી. જયારે ૨૮૧ લાભાર્થીઓને રૂ. ૩૨.૪૬ લાખની સહાય ‘‘કુંવરબાઈનું મામેરૂં યોજના’’ અંતર્ગત ચૂકવાઈ હતી. તેમજ ‘‘આંતરજ્ઞાતીય લગ્ન યોજના’’ અંતર્ગત નો રૂ.  ૨૬ જેટલા લાભાર્થીઓને રૂ. ૧૯ લાખની સહાય ચુકવાઇ હતી.

(12:35 am IST)