Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

મ.ન.પા.ની ચૂંટણીમાં ચાર મુખ્ય રાષ્ટ્રીય પક્ષો વચ્ચે ચો-પાંખિયો જંગઃ ૧૪ વોર્ડમાં બે-બે ઈ.વી.એમ. મુકાશે

માત્ર વોર્ડ નં. ૭, ૧૦ અને ૨માં જ ૧ ઈ.વી.એમ.: બાકીના તમામ વોર્ડમાં ઉમેદવારોનો રાફડોઃ ૧૫થી ૨૨ જેટલા ઉમેદવારોઃ વોર્ડ નં. ૧૨માં ૫૦ ઉમેદવારોને કારણે ૪ ઈ.વી.એમ. મુકવા પડશે

રાજકોટ, તા. ૯ :. મ.ન.પા.ની ચૂંટણીના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે બપોર સુધીમાં મોટાભાગના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે અને આ વખતે ભાજપ કોંગ્રેસ ઉપરાંત એન.સી.પી., આપના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે. તેના કારણે ચો-પાંખિયો જંગ જામશે અને આથી જ ૧૪ જેટલા વોર્ડમાં ૧૪થી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થનાર છે તેથી આ ૧૪ વોર્ડમાં બે-બે ઈવીએમ (મતદાન કરવાનુ મશીન) રાખવા પડશે.

જ્યારે વોર્ડ નં. ૧૨માં અપક્ષો સહિત સૌથી વધુ ૫૦ ઉમેદવારો વચ્ચે જંગ જામશે તેથી આ એક વોર્ડના દરેક બુથ ઉપર ૪-૪ ઈવીએમ રાખવા પડશે.

જ્યારે ત્રણ વોર્ડમાં જ ૧૪ કે તેની અંદરની સંખ્યાના ઉમેદવારો હોય આ ત્રણ વોર્ડમાં ૧-૧ ઈવીએમ રખાશે.

કયા વોર્ડમાં કેટલા ઉમેદવાર ?

કલેકટર કચેરીમાં સૂત્રોના જણાવ્યા મુજબ કયા વોર્ડમાં કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે ? તેની સંખ્યા આ મુજબ છે.

વોર્ડ નં. ૧માં ૨૧, વોર્ડ નં. ૨માં ૧૨, વોર્ડ નં. ૩માં ૧૮, વોર્ડ નં. ૪માં ૧૯, વોર્ડ નં. ૫માં ૧૫, વોર્ડ નં. ૬મા ૧૫, વોર્ડ નં. ૭માં ૧૪, વોર્ડ નં. ૮મા ૧૯, વોર્ડ નં. ૧૦માં ૧૪, વોર્ડ નં. ૧૨માં ૫૦, વોર્ડ નં. ૧૩માં ૨૧, વોર્ડ નં. ૧૪માં ૧૭, વોર્ડ નં. ૧૫માં ૨૨, વોર્ડ નં. ૧૬માં ૧૫, વોર્ડ નં. ૧૭માં ૧૭, વોર્ડ નં. ૧૮માં ૨૦.

આ ઉપરોકત સંખ્યા મુજબ દરેક વોર્ડની સામેની સંખ્યા મુજબના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જો કે સાંજ સુધીમાં અપક્ષો કે અન્ય ઉમેદવારો ફોર્મ પાછા ખેંચશે તો સંખ્યામાં થોડી વધઘટ થશે

(3:14 pm IST)