Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયાને ત્યાં લગ્ન યોજાયા

જસદણઃ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને તાજેતરમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા રાજકોટ જિલ્લા પંચાયતના વર્તમાન સભ્ય અવસરભાઈ કાનજીભાઈ નાકીયાની પુત્રી ચિ. પુરીબેનના લગ્ન બોટાદ નિવાસી મુકતાબેન તથા ચતુરભાઈ બચુભાઈ સાકરીયાના પુત્ર કિશન સાથે આજે બપોરે વીંછીયા તાલુકાના આસલપુર ગામે યોજાયા હતા. આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અર્જુનભાઈ ખાટરિયા, જસદણના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ, જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ રામાણી, રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેશભાઈ વોરા, વિછીયા યાર્ડના પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ખીમજીભાઇ કુમારખાણીયા, જિલ્લા પંચાયતના સભ્ય વિનુભાઈ ધડુક, અગ્રણી ઉદ્યોગપતિ વલ્લભભાઈ ખાખરીયા, ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી, સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના પણ કેટલાક આગેવાનો લગ્નમાં હાજરી આપી રાજકીય ખેલદિલી દેખાડી હતી.ઙ્ગ અવસરભાઈ નાકિયાએ તમામ મહેમાનોને ઉમળકાથી આવકાર્યા હતા. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી.જસદણ)(૨૩.૧પ)

(3:34 pm IST)