Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા વેલડ્રેસ સ્પર્ધા યોજાઇઃ ૩૦ બહેનોએ ભાગ લીધો

રાજકોટઃ સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ રાજકોટ દ્વારા ''બ્રહ્મનારી વેલડ્રેસ'' હરિફાઇ યોજાઇ હતી. જેમાં ૩૦ થી વધુ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધાત્રિબેન ભટ્ટએ કરેલ હતું. વિજેતા બહેનોને ઇનામો આપવામાં આવેલ હતા.  આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નિલમબેન ભટ્ટ, ધાત્રિબેન ભટ્ટ, ભાવનાબેન જોષી, શોભનાબેન પંડયા, સુરભીબેન આચાર્ય સહિતનાં કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે મીરાબેન ભટ્ટ, હેમાંગીબેન ભટ્ટએ સેવા આપી. સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શિતભાઇ જાની, ટ્રસ્ટી કશ્યપભાઇ શુકલ, પૂર્વપ્રમુખ જર્નાદનભાઇ, દિપકભાઇ પંડયા સહિતના સર્વેએ બહેનોને શુભેચ્છા પાઠવેલી.(૧.૧૪)

(2:47 pm IST)