Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કાલે શહેરની ૧૦ શાળાઓના વિદ્યાર્થીઓ તેના માતા- પિતાનું પૂજન કરશે

સંતશ્રી આશારામજી આશ્રમે ૧૪મીએ માતા- પિતા પૂજનનો સાર્વજનિક કાર્યક્રમઃ ૧૩મીએ કિર્તનયાત્રા નિકળશે

રાજકોટ,તા.૯: શહેરના બાપા સિતારામ ચોકના સોરઠીયાવાડીના મેદાનમાં આવતીકાલે ૧૦મીના રવિવારે સાંજે ૪ થી ૬ અહિંની ૧૦ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ માતા- પિતાનું પૂજન કરી ભાવવંદના કરશે.

આ ઉપરાંત સંત શ્રી આસારામજી આશ્રમ, (ન્યારી ડેમ પાસે, કાલાવાડ રોડ) ખાતે આગામી તા.૧૪ના ગુરૂવારના રોજ માતા- પિતા પૂજન દિવસનું આયોજન થયેલ છે. આ નિમિતે આશ્રમ ખાતે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધીથી માતા- પિતાના પૂજનનો લાભ સેંકડો બાળકો લેશે અને માતા- પિતા તથા બાળકો ભારતીય સંસ્કૃતિના દિવ્ય મહિમાંને અનુભવશે. વેલેન્ટાઈન ડેના દિવસે બાળકો દ્વારા માતા- પિતા પૂજનનો ઉત્સવ ઉજવીને બાળકોને ઉજજવળ સંસ્કાર આપવાની નવી દિશા બતાવી છે.

આ કાર્યક્રમ બાદ આશારામજી પબ્લિક સ્કુલના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભરેલો વાર્ષિકોત્સવ થશે.

આ કાર્યક્રમને અનુલક્ષીને તા.૧૩ના બુધવારે વાહનમાં સંકીર્તન યાત્રાનું આયોજન થયું છે. આ કીર્તન યાત્રા એ.જી.ચોક પ્રેમ મંદિરથી સાંજે ૫ વાગ્યે શરૂ થઈને કોટેચા ચોક, જીલ્લા પંચાયત ચોક, ત્રિકોણ બાગ, ઢેબર રોડ, સોરઠીયા વાડી ચોક થઈને નંદા હોલ ખાતે સાંજે ૭:૩૦ વાગ્યે પુર્ણ થશે. વધુ વિગતો માટે ફોન (૦૨૮૧) ૨૭૮૩૩૫૪ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં સર્વશ્રી લાલભાઈ, પરમેશ્વરભાઈ, ગીરધરભાઈ પટેલ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

(2:47 pm IST)