Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

સોસિયલ મિડીયામાં ટીક ટોક ફ્રેન્‍ડ બનાવી ઇન્‍સ્‍ટાગ્રામમાં રાજકોટની મહિલાને સુરતની બે સગી બહેનોની ધમકી

ફોલોઅર્સ સાથેનો સંપર્ક ક્રિષ્‍નાને ન ગમતા ઇન્‍સ્‍ટાગ્રામ લાઇવમાં ચારિત્રય વિશે એબફેલ બોલી બદનામ કરવાની ધમકી આપી : સુરતની બે સગી બહેનો ક્રિષ્‍ના રાખોલીયા અને રશ્‍મી વેકરીયા સામે ગુનો

રાજકોટ,તા. ૯: કાલાવડ રોડ વિસ્‍તારમાં રહેતી મહિલાને સોસિયલ મિડીયામાં ટીક ટોક ફ્રેન્‍ડ બન્‍યા બાદ સુરતની બે સગી બહેનોએ ઇન્‍સ્‍ટાગ્રામ પર મહિલાની ચારીત્ર્ય અને ચલચલન વિશે ખરાબ બોલી ખોટી વાતો કરી બદનામ કરી દેવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મહિલાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સુરત મોટાવરાછામાં વૈભવ રેસીડેન્‍સી એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૪૦૨માં રહેતી ક્રિષ્‍ના નરેશભાઇ રાખોલીયા અને એ જ ફલેટમાં રહેતી રશ્‍મી હરેશભાઇ વેકરીયાના નામ આપ્‍યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાના આઠ વર્ષ પહેલા મોરબી ખાતે લગ્ન થયા બાદ રાજકોટમાં રહે છે. પોતાનુ઼ ઇન્‍સ્‍ટાગ્રામમાં તેમાં પોતાનો ૫૨ હજાર જેટલા ફોલોઅર્સ છે. પોતે ઇન્‍સ્‍ટાગ્રામમાં કાયદાને લગતા તથા પર્સનલ ફોટોઝ અને વિડીયો અપલોડ કરે છે. અને પોતે મોબાઇલમાં ટીક ટોક એપમાં કાયદાના વિડીયો બનાવી અપલોડ કરતા હોય જેથી પોતાની ટીક ટોક વિડીયો જોઇ ક્રિષ્‍ના નરેશ રાખોલીયા પ્રભાવીત થઇ પોતાને મેસેજ કરેલ કે , ‘ હું તમારાથી ખૂબ જ પ્રભાવીત થઇ છું' હું રાજકોટ તેમને મળવા આવું છું. તેમ કહી પોતાની પાસેથી મોબાઇલ નંબર મેળવી પોતાની સાથે વાતચીત કરેલ બાદ તા. ૨૦/૩ના રોજ ક્રિષ્‍ના અને તેની સગીબહેન રશ્‍મી અને ક્રિષ્‍ના પાસે કોઇ વાહન ન હોય જેથી પોતાને મળવા આવી શકે તેમ ન હોય જેથી પોતાને ‘ઘંટેશ્વરમાં રહેતી બહેન પણીને ત્‍યાં આવે ' તેમ કહેતા પોતે ત્‍યાં ગયા ત્‍યારે ક્રિષ્‍ના તેની બહેનપણી શીલ્‍યાના ફલેટમાં હોય ત્‍યાં બીજા અન્‍ય પુરૂષો પણ હાજર હતા. ત્‍યાં પોતે થોડીવાર બેઠા ત્‍યારે તે લોકોની વાતચીત પરથી પોતાને ક્રિષ્‍નાનો વ્‍યવહાર તથા ચારીત્ર્ય પર શંકા જતા પોતે થોડો સમય રોકાયા બાદ ત્‍યાંથી જતા રહ્યા હતા. બાદ ક્રિષ્‍નાને ઘણા બોયફ્રેન્‍ડ હોવાની અને તેની ચાલ ચલન સારૂ ન હોવાથી ખબર પડી હતી અને પોતે પોતાના ઇન્‍સ્‍ટાગ્રામમાં જે ફોલોઅર્સ ક્રિષ્‍નાના છે તે ફોલોઅર્સ પોતાની સાથે વાતચીત કરતા હોય તે વાત ક્રિષ્‍ના ન ગમતા પોતે ધીમે ધીમે ક્રિષ્‍ના સાથેનો સંપર્ક ઓછો કરી નાખ્‍યા હતો. આ વાતની ક્રિષ્‍નાને ખબર પડતા પોતાની પર્સનલ લાઇફ વીશે ખોટી માહિતી બધાને આપવા લાગતા આ બાબતે પોતે અગાઉ ક્રિષ્‍નાને ફોન પર પોતાના વિશે આવું નહી બોલવા જણાવતા જે તે વખતે આ ક્રિષ્‍નાએ પોતાની પાસે માફી માંગી હતી. બાદ પોતે તેની સાથેના તમામ કોન્‍ટેકટ તોડી નાખ્‍યા હતા. બાદ ગઇ તા. ૨૭/ ૧૧/૨૦૨૦ના ફરિયાદી તેમના પતિના મોબાઇલમાં ઇન્‍સ્‍ટાગ્રામ એપમાં પોતાનું એકાઉન્‍ટ ખોલી જોતા હોય ત્‍યારે આ ક્રિષ્‍ના નરેશભાઇ રાખોલીયાએ ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટ પર લાઇવ થઇ તેની સાથે તેની બહેન રેશમીબેન હરેશભાઇ વેકરીયા પણ તેની સાથે હોય અને ઇન્‍સ્‍ટાગ્રામમાં અન્‍ય એકાઉન્‍ટવાળાઓને લાઇવ કરી અશોભનીય વાતો કરતા હતા. તેમજ ફરિયાદીના દૂરના ભાઇ પણ ઇન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટમાં લાઇવ જોતા હોય બાદ આ ક્રિષ્‍નાએ ફરિયાદ વિશે તે ટૂકા ટૂકા કપડા પહેરતી હોય તેમજ તેને દસ વર્ષથી લગ્ન થયા હોય પરંતુ બાળક રહેતુ ન હોય અને બોયફ્રેન્‍ડ માટે નાની બહેન રશ્‍મીબેન પાસે કોઇ બોયફ્રેન્‍ડ હોય તો બોયફ્રેન્‍ડની માંગણી કરી હોય સહિતની બાબતે બદનામ કર્યા હતા. તેમજ ઇન્‍સ્‍ટાગ્રામમાં લાઇવમાં ખુલ્લેઆમ ધમકી આપી હતી કે હું મરીશ તો તમને ચારને લેતી જઇશ તેમ ધમકી આપી હતી. આથી પોતે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રિષ્‍ના નરેશ રાખોલીયા અને રશ્‍મી હરેશ વેકરીયા (રહે. સુરત વરાછા) વિરૂધ્‍ધ આઇપીસી ૨૯૨,૫૦૦, ૫૦૪, ૫૦૬ , ૧૧૪, ૧૨૦ (બી) તથા આઇ.ટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી પીઆઇ જે.વી ધોળાએ તપાસ હાથ ધરી છે. 

(3:39 pm IST)