Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

આજીમાં બે મહિનાનું અને ન્યારીમાં છ મહિનાનું પાણી છે

૩૧ જુલાઈ સુધી નિયમીત પાણી વિતરણ વ્યવસ્થા માટે બન્ને ડેમમાં ૭૫૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવા રાજ્ય સરકારને મ્યુ. કોર્પોરેશન દ્વારા માંગણીની શકયતા

રાજકોટ, તા. ૯ :. શહેરમાં ૩૧ જુલાઈ સુધી નિયમિત ૨૦ મિનીટ પાણી વિતરણ વ્યવસ્થા માટે આજી ડેમ અને ન્યારી ડેમમાં ૭૫૦ એમસીએફટી નર્મદાના નીર સૌની યોજના અંતર્ગત ઠાલવવા રાજ્ય સરકારમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા માંગણી કરવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ હતું. અડધા રાજકોટને પાણી પુરૂ પાડતા હાલ આજીડેમમાં ૫૮૩ એમસીએફટી જળજથ્થો ઓછો સંગ્રહીત છે ડેડ વોટરને બાદ કરવામાં આવે તો આ પાણી ૩૧મી માર્ચ સુધી ચાલે તેમ છે. રોજ ૫ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. ૧૫ માર્ચથી આજીમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવે તો કોઈ વાંધો ન આવે. ન્યારી ડેમમાં હાલ ૮૮૩ એમસીએફટી પાણી સંગ્રહીત છે. રોજ સરેરાશ ૪ થી ૫ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે, ત્યારે ૧૫ જૂન સુધીનું પાણી સંગ્રહીત છે. ગત વર્ષે બન્ને ડેમોમાં ૧૨૦૦ એમસીએફટી પાણી નર્મદા નીર ઠાલવ્યા હતા.

(3:38 pm IST)