Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

મકરસંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર અર્થે એનિમલ હેલ્પ લાઈનનો કંટ્રોલરૂમ ધમધમશે

૨૦ ડોકટરો, ૩૦ પેરામેડીકલ સ્ટાફ, ૧૦૦થી વધુ કાર્યકરો ખડેપગે સેવામાં

રાજકોટ, તા. ૯ :. સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિ પર્વ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે. લાખો પતંગો આકાશમાં ઉડતી હોય છે. લોકો અજાણતા જ ચાઈનીઝ દોરા-કાચના પાકા માંજા, પાયેલા દોરાનો ઉપયોગ પતંગ ઉડાડવામાં કરી પક્ષીઓના જીવનનો અંત લાવવામાં નિમિત બને છે. ઘણા વિસ્તારોમાં વિજળીના તાર પર, ઝાડ પર, અગાસી ઉપર, બિલ્ડીંગો પર, છત પર, ટીવી એન્ટેના ટાવર વિ. પર અનેક જગ્યાએ લટકતા દોરા તેમજ કપાયેલા ફાટેલા પતંગો જોવા મળે છે જે અબોલ વિહરતા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કાર્ય કરે છે.

ત્યારે મકરસંક્રાંતિએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા. ૧૩, તા. ૧૪ તથા ૧૫ જાન્યુઆરી મકરસંક્રાંતિના રાજકોટના (૧) ત્રિકોણબાગ, રાજકોટ (મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯, ૯૮૯૮૪ ૯૯૯૫૪), (૨) પેડક રોડ, રાજકોટ (મો. ૯૯૯૮૬ ૩૯૩૮૨), (૩) આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮), (૪) કિશાનપરા ચોક, રાજકોટ (મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮), (૫) માધાપર ચોકડી પાસે, રાજકોટ (મો. ૯૫૭૪૪ ૦૦૦૨૮) તથા (૬) સંસ્થાની કાયમી, નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઈન વેટરનરી હોસ્પીટલ (જૂની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્કવાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી રાજકોટ મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯, ૯૮૯૮૪ ૯૯૯૫૪), રાજકોટ ખાતે એમ કુલ ૬ વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯થી રાત્રીના ૭ સુધી શરૂ કરાશે. જેમાં ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હીરેન વીસાણી, ડો. વિવેક કલોલા તેમજ આણંદના વેટરનરી ડોકટર્સ ડો. શિવાજી તાલેકર, ડો. કનક ગામેતી, ડો. નિલેશ પાડલીયા સહિતની ટીમ સેવા આપશે. ડો. પી.વી. પરીખ તથા તેમની ટીમનો સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. નાયબ પશુપાલન નિયામક ડો. ખાનપરા, ડી.સી.ઓફ. શ્રી રવીપ્રસાદ, નિવૃત ડી.સી.એફ. પી.ટી. શીયાણી, ડો. ભાવેશ જાકાસણીયા સહિતનાનો વિશેષ સહયોગ મળી રહ્યો છે.

આ કેમ્પને આર્થિક સહકાર આદિજીન ધર્મયુવક ગ્રુપ જયેશભાઈ શાહ (જરીવાલા), સિદ્ધાર્થભાઈ, ભરતભાઈ, હિતેષભાઈ તથા તેમની ટીમનો મળ્યો છે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ઘનશ્યામભાઈ ઠક્કર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) તથા એનીમલ હેલ્પલાઈન (મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯ / ૯૮૯૮૪ ૯૯૯૫૪)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:49 pm IST)