Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોર્ટ કાર્યવાહી શરૂ કરવા બાર એસો.ની જનરલ બોર્ડ મીટીંગ બોલાવવા થયેલ માંગણી

બાર એસો.ના કારોબારી સભ્ય દ્વારા પ્રમુખને રજુઆત

રાજકોટ, તા. ૯ : રાજકોટ શહેરમાં ઘણા સમયથી રેગ્યુલર કોર્ટ કાર્યવાહીઓ બંધ હોય, જેથી વકીલશ્રીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહેલ હોય, જે સંબંધે રાજકોટ બાર એસોસીએશન દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવેલ છતાં હજુ સુધી રેગ્યુલર કોર્ટ કાર્યવાહીઓ શરૂ થયેલ ન હોય, જેથી રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્ય કૈલાસ જાનીએ જનરલ બોર્ડ બોલાવવા પ્રમુખશ્રીને લેખિત રજુઆત કરેલ છે.

રાજકોટ બાર એસોસીએશન દ્વારા કોર્ટ કાર્યવાહીઓ શરૂ કરવા માટે સુચનો મંગાવવામાં આવેલ હોય, તે અનુસંધાને રાજકોટ એસોસીએશનના તમામ સભ્યોને સ્પર્શતા પ્રશ્નો તેમજ હાલમાં કોર્ટ કાર્યવાહી બંધ હોય તે અન્વયે રાજકોટ બારના તમામ સભ્યોની હાજરીમાં સુચનો મેળવી કોર્ટ કાર્યવાહીઓ શરૂ કરવા સુચનો લેવા જરૂરી હોય, જેથી સરકારશ્રીની કોવિડ-૧૯ની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડીસ્ટન્સના નિયમો અનુસરી જનરલ બોર્ડ બોલાવી યોગ્ય સુચનો મેળવવા શરૂરી છે અને જનરલ બોર્ડ બોલાવી તમામ સભ્યોના સૂચનો મેળવી કોર્ટ કાર્યવાહી પહેલાથી જેમ શરૂ થાય તે માટે યોગ્ય કાર્યવાહીઓ કરવા માટે રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્ય કૈલાસ જાનીએ રજુઆત કરેલ છે.

(2:48 pm IST)