Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાજકોટ જેલના વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો

જામકંડોરણાના વિજય પરમારને દબોચી લઇ જેલમાં ધકેલી દેવાયો

રાજકોટ તા. ૮ :.. રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર કેદીને રૂરલ એલસીબીએ ઝડપી લીધો હતો.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા રૂરલ એસ. પી. બલરામ મીણાએ આપેલ સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહીલ, પીએસઆઇ વી. એમ. કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કો. રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રિવેદી તથા પો. કો. પ્રકાશભાઇ પરમારને મળેલ બાતમી આધારે રાજકોટ મધ્યસ્થ જેલમાં ભરણપોષણના ગુન્હામાં સજા ભોગવતા અને વચગાળાના જામીન ઉપર છૂટી ફરાર થઇ ગયેલ પાકા કામના કેદી વિજય રામજીભાઇ પરમાર રે. જામકંડોરણાને દબોચી લઇ જેલમાં ધકેલી દેવાયો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના હેડ કો. મહેશભાઇ જાની તથા ભાવેશભાઇ મકવાણા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:58 am IST)