Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

ફાયર બ્રીગેડમાં ૧પ જુ. ફાયરમેનોની નિમણૂંક

જુનિયર કલાર્કમાંથી સિનીયર કલાર્કની બઢતી મેળવવા કર્મચારીએ પરીક્ષા પાસ કરવી ફરજીયાતઃ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલનો પરિપત્રઃ નાયબ કાર્યપાલકની ખાલી જગ્યા ભરવા ૬ ઇજનેરોનાં ઇન્ટરવ્યુ લેવાયા

રાજકોટ તા. ૯ :.. મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા વહીવટી સરળતાઓ માટે ભરતી-બઢતીની પ્રક્રિયાઓને વેગ આપતાં હુકમો કરાયા છે. જેમાં ૧પ નવા ફાયરમેનોની નિમણુંકો, સીનીયર કલાર્કની બઢતી માટે કર્મચારીઓની પરીક્ષાની મુદત વધારી અને પરિક્ષામાં ફરજીયાત પાસ થવા બાબતનો પરિપત્ર તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરની ખાલી જગ્યા ભરવા માટે ઇન હાઉસ ઇન્ટરવ્યુ સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

 આ અંગેની વિગતો મુજબ ફાયરએન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની ''કલીનર કમ જુનીયર ફાયરમેન''ની જગ્યા માટે તારીખઃ ૨૮-૦૯-૨૦૧૯ થી તારીખઃ ૨૨-૧૦-૨૦૧૯ દરમિયાન સ્ટાફ સિલેકશન કમિટીની દેખરેખ હેઠળ પ્રેકિટકલ ટેસ્ટ લેવામાં આવેલ હતી. જેમાં સ્ટાફ સિલેકશન કમિટી અનુસાર પ્રેકિટકલ ટેસ્ટના મેરીટમાં અગ્રતાક્રમ ધરાવતા ૧૫ ઉમેદવારોની મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ  દ્વારા નિમણુંક આપવામાં આવેલ છે.

''કલીનયર કમ જુનીયર ફાયરમેન''ની જગ્યા માટે જે ૧૫ ઉમેદવારોને નિમણુંક આપવામાં આવેલ છે જેમાં (૧) લાલજીભાઇ શંકરભાઇ મેર, (૨) રોહિત સાગરભાઇ ડાભી, (૩) અરબાઝખાણ મુનવરખાણ યુસુફઝ, (૪) મહાવિરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, (૫) ભુપતભાઇ કેશુભાઇ બોરીચા, (૬)સુનીલભાઇ છોટુભાઇ ચૌધરી, (૭) મેહુલકુમાર રાજુભાઇ અમલીયાર, (૮)શ્રી અનિરૂધ્ધસિંહ દિલીપસિંહ ઝાલા, (૯) લીલેશકુમાર સવાલાભાઇ પરમાર, (૧૦) અજયકુમાર અમરનાથ મિશ્રા, (૧૧) ભરતકુમાર ભાવસિંહ રાઠોડ, (૧૨) અનીષકુમાર બાબુભાઇ વાઘેલા, (૧૩) જીગ્નેશભાઇ શિવરામભાઇ ભોવાર્યા, (૧૪) અજય જીતેશભાઇ ધાંધા અને (૧૫) મહેન્દ્રસિંહ ભુપતસિંહ વાઢેર વિગેરે ઉમેદવારોનો સમાવેશ થાય છે. નિમણુંક થયેલ તમામ ઉમેદવારોને રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખામાં ફરજ સોંપવામાં આવશે.

આ ઉપરાંત જુનીયર કલાર્કમાંથી સીનીયર કલાર્કની બઢતી માટેની પરીક્ષાની મુદતમાં વધારો કરવા તેમજ જે કર્મચારીઓ સીનીયર કલાર્કનો પગાર હાલમાં મેળવે છે. તેઓએ પણ પરીક્ષામાં ફરજીયાત પણે પાસ થવા બાબતનાં ફેરફારો કરતો પરિપત્ર બહાર  પાડયો છે. સીટી ઇજનેર (સ્પે.) શ્રી રાજયગુરૂની નિવૃતી બાદ ખાલી પડેલી નાયબ કાર્યપાલક ઇજનેરની જગ્યા ભરવા માટે કોર્પોરેશનમાં જ ફરજ બજાવતાં ૬ ઇજનેરોનાં ઇન્ટરવ્યુ લેવાયા હતાં.

(3:51 pm IST)