Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કોર્પોરેશનમાં બજેટનો ધમધમાટઃ ચુંટણીલક્ષી-હળવુફુલ હશે

ગત વર્ષે ર૦૧૯-ર૦ ના ર૦.૪૦ અબજના બજેટની ૭૦ ટકા યોજનાઓ બાકીઃ નવા ર૦ર૦-ર૧ નું બજેટ ચૂંટણીલક્ષી અને નવા કરવેરા વગરનું રહેવાની શકયતાઃ નવા ભેળવાયેલ વિસ્તારોની સુખ-સુવિધાઓ આરોગ્ય-ટ્રાફિક-આવાસને પ્રાધાન્ય આપતુ બજેટ આપવા શાશકોની વિચારણા

રાજકોટ તા.૯: મ્યુ.કોર્પોરેશનનુ નવા ૨૦૨૦-૨૧ના બજેટની તૈયારીઓ શરૂ થઇ છે. ત્યારે હવે આ નવા વર્ષનુ બજેટ કરવેરા વગરનુ હળવુ ફુલ બજેટ આપવામાં આવે તેવી શકયતાઓ છે કેમકે હવે મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ નજીક છે  ત્યારે નવા કરબોજા નાંખવા કે પછી કરવેરા વધારી મતદારોની નારાજગી વ્હોરી  પગ ઉપર કુહાડો મારવાનુ શાશકોને પરવડે તેમ નથી.

જાન્યુઆરીથી ૩૦ તારીખ અગાઉ વહીવટી પાંખે બજેટ તૈયાર કરીને રાજકિય પાંખને આપી દેવુ પડેએ હીસાબને લઇ હાલ તુરંત બજેટ માટે કોર્પોેરેશનની તમામ શાખાઓ પાસેથી આવનારા વર્ષથી તેમની જરૂરિયાતો તેમજ ચાલુ નાણાકિય વર્ષનાં ચર્ચાઓના અહેવાલો મંગાવાઇ રહ્યા છે.

આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૯-૨૦ રિવાઇઝડ અને નવા નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧નુ નવુ બજેટ મૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થશે.

નવા વર્ષના બજેટમાં સંભવત શહેરમાં ભેળવાયેલા નવા વિસ્તારો-માધાપર, મુંજકા,મોટામવા, ઘંટેશ્વર વગેરે ગામોની પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાની યોજનાઓ ઉપરાંત શહેરમાં આરોગ્યલક્ષી અને ટ્રાફિક સમસ્યા દુર કરતી યોજનાઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શકયતાઓ છે

આ ઉપરાંત પર્યાવર શુધ્ધી ઉર્જાબચત, આજી ઉપર ફ્રન્ટ વિલપમેન્ટ, ન્યુ.રેસકોર્ષ (અટલ સરોવર), રૈયા સ્માર્ટ સીટી, નવા બગીચાઓ, નવા કોમ્યુનિટી હોલ. વગેરે જેવી નાની મોટી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરાય કોઇ શકયતાઓ.

આમ એકંદરે ૨૦૨૦-૨૧નુ બજેટ ચુંટણીલક્ષી અને કરબોજા વગરનુ હળવુ ફુલ રહેવાની શકયતાઓ વધારે છે.

નોંધનિય છે કે ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી રાજકોટમાં થઇ રહી છે. મ્યુ.કોર્પોરેશનનુ તંત્ર આ ઉજવણીમાં વ્યસ્ત છે તેથી સાથો-સાથ બજેટ પણ તૈયાર કરવુ પડે તેમ છે ત્યારે ૨૬-જાન્યુઆરી અગાઉ બજેટ આપી દેવા માટે તંત્રવાહકો પ્રયાસ કરી રહ્યા છે.

મેયર-કમિશ્નર વચ્ચે યોજાશે બજેટ બેઠક

દરમિયાન જાણવા મળ્યા મુજબ આગામી ટુક સમયમાંજ મેયર બીનાબેન આચાર્ય અને મ્ય.કમિશ્નર ઉદીત અગ્રવાલ વચ્ચે બજેટ સબંધી બેઠક યોજનાર છે જેમાં બજેટ કયા દિવસે સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર કરવું તેની ચર્ચા-વિચારણા થશે.

(3:50 pm IST)