Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કાલથી રાજકોટ સહિત રાજ્યભરમાં ૨૦ જાન્યુ. સુધી પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓ માટે કરૂણા અભિયાનઃ જીલ્લાભરમાં સારવાર કેન્દ્રો

મુખ્યમંત્રીની પ્રેરણા બાદ સતત ત્રીજા વર્ષે અભિયાનઃ કલેકટર દ્વારા વહેલી સવારે ૬ થી ૮ અને સાંજે ૪ થી ૬ પતંગ ન ઉડાડવા અપીલ : પત્રકાર પરીષદમાં વિગતો આપતા કલેકટર અને આગેવાનોઃ પક્ષીઓ માટે સોનોગ્રાફી-પેથોલોજી તથા ભાળ મેળવવા 'ડ્રોન'નો ઉપયોગ

રાજકોટ, તા. ૯ :. રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબઘ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્દારા જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી ત્રણ વર્ષથી કરૂણા અભિયાન શરૂ કરાયું છે. આવતીકાલથી ૨૦/૦૧/૨૦૨૦ દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરના તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સઆયોજીત ઢબે હાથ ધરાશે.  તેમ કલેકટરશ્રી રેમ્યા મોહને પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્દો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાને આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વેચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલીકા, માહિતી ખાત, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે. તદઉપરાંત આ અભિયાન હેઠળ ચાઈનીઝ દોરી અથવા ચાઈનીઝ માંઝાનો ઉપયોગ ન થાય તે અંગે જાગુતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય તે અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું તેમજ મોબાઈલવાન મારફતે જાગુતિના કાર્યક્રમો હાથ ધરવાનં નકકી કરાયેલ છે. કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન જી, અધિક કલેકટર પી.બી. પંડયા, ડેપ્યુટી કલેકટર ધાધલ, ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના સભ્ય મિતલ ખેતાણી તથા સાથી ટીમ, ડી.એફ.ઓ. શ્રી પી.ટી.સીયાણી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનના પ્રતિક સંદ્યાણી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (એસપીસીએ)ના જયેશ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઈ શેઠ, રાજકોટ મહાનગરપાલીકા, વન વિભાગ, નાયબ પશુપાલન નિયામક ડો. બી.જે. વદ્યાસીયા, જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ તથા છેલ્લા ૧૮ વર્ષથી રાજકોટ શહેરના દ્યવાયેલા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરતી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માનીત, સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રની સૌથી મોટી જીવદયા સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, વિવિધ સંસ્થાઓ શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, જીવદયા દ્યર, પંચનાથ એનીમલ હોસ્પિટલ, વિગેરેના સથવારે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ માટે રાજકોટ જિલ્લામાં ચાર્ટમાં આપેલા નંબરો તા.૧૦ થી તા. ૨૦ જાન્યુઆરી સુધી દ્યવાયેલા પક્ષીઓની નિઃશુલ્ક સારવાર માટે કાર્યરત રહેશે. કરૂણા અભિયાન અને હેલ્પલાઈન નંબર(૧૯૬૨, ૯૮૯૮૪ ૯૯૯૫૪, ૯૮૯૮૦ ૧૯૦૫૯, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩, ટોલ ફી નં.૧૦૭૭)નો વિસ્તૃત પ્રચાર કરી અબોલ પક્ષીઓને બચાવવાનો સદ્યન પ્રયાસ કરાશે. જીલ્લામાં આ અભિયાન અંતર્ગત વાહનો નકકી કરી તેના પર બેનર અને અન્ય પ્રચાર માધ્યમો ગોઠવી, જનજાગૃતિ કેળવવાની કાર્યવાહી કરાશે. મહાનગરપાલિકા પશુપાલન અને વનવિભાગની કચેરીઓના વાહનો નક્કી કરી દ્યાયલ થયેલા પક્ષીઓને પશુ દવાખાના સુધી લઈ જવાની (શકય હશે ત્યાં સધીની) વ્યવસ્થા ગોઠવાશે. જીલ્લામાં આવેલ તમામ પશુ ચિકિત્સકો, (સરકારી તેમજ અન્ય ખાનગી) ની ટીમો બનાવીને પશુ દવાખાનામાં સતત કાર્યરત રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. જનજાગૃતિ માટે લોકોને તેમજ શાળાના બાળકોને સીડી બતાવીને જરૂરી માહિતી તેમજ તાલીમ અપાઈ રહી છે. પ્રતિબંધીત ચાઈનીઝ દોરા તેમજ ચાઈનીઝ તુક્કલ વેંચતા વેપારીઓ પર રેડ પાડવામાં આવશે.  જ આગામી મકરસંક્રાંતિપર્વ નિમિતે એસ.પી.સી.એ. અને જીલ્લા પંચાયત રાજકોટ દારા સમગ્ર જિલ્લામાં પતંગના દોરાથી દ્યવાયેલા પક્ષીઓ માટે કંટ્રોલર્મ શર કરવામાં આવશે. જીલ્લાનાં તમામ તાલુકા સ્તરના ર૦ થી વધ્ૃ પશુ દવાખાનાઓમાં ૩૦ થી વધ્ વેટરનરી ડોકટરોની ટીમ હાજર રહેશે. અને પતંગના દોરાથી દ્યવાયેલા પક્ષીઓની સારવાર-સુશ્રુષા કરશે. આ તમામ દવાખાના મકર સંક્રાંતિએ સવારે ૯ થી સાંજે ૮ સુધી ખુલ્લા રહેશે.(૨-

રાજકોટ જિલ્લામાં કંટ્રોલ રૂમની માહિતી

પશુ દવાખાના

 

મોબાઇલ નંબર

રાજકોટ

૯૮૭૯૪ ૨૦૬૧૨, ૯૫૭૪૫૨૮૯૭૬ ઉપલેટા ૯૭ર૬૬ ૩૧૪૩૯, ૯૮૭૯૭, ૪૬૬પ૬

ભાયાવદર, મોટી

 

પાનેલી, ઉપલેટા

૭૬૯૮૭, ૩૬૩૮૬

રામોદ, કોટડાસાંગણી

૮૧૬૦૬ ૯૦૯૯૦, ૯૭ર૬૧ ૬૭૪પ૬

ગોમટા, ગોંડલ

૯૪ર૮૧ ૧૦૬૭૯, ૯૭ર૬૧ ૬૭૪પ૬

સરધાર, વિરનગર,

 

ભાડલા, વિંછીયા,

 

જસદણ

૯૪ર૭ર ૩૯૯૮૧, ૯૯૦૯પ ૭૭૩૯૮

દડવી, જામકંડોરણા

૮૪૬૦૮ ૦૮૭૧૭, ૯૮રપ૮ ૧૪૩ર૯

વિરપુર, જેતપુર

૯૭ર૬૩  ૮૪પર૯, ૯૮રપ૮ ૧૪૩ર૯

ધોરાજી

૯૮રપ૩ ૧૮૩પ૪, ૯૯૭૯૬ ૪૯૯પ૯

હડતમતીયા, ખંભાળા

 

પડધરી

૯૪ર૬ર ૪૭ર૪૦, ૭પ૭૪૯ પ૦ર૦પ

કુવાડવા, ગવરીદડ,

 

તા. રાજકોટ

૯૮૯૮૧ પ૮૯૩૯

લોધીકા, ખાંભા

૯૮રપ૬ પ૦૧૪પ, ૯૯૦૯૩ ૦પપ૦પ

રાજકોટ શહેરમાં મકર સંક્રાંતિ નિમીતે શરૂ કરવામાં આવેલ કંટ્રોર્લમ

ક્રમ

સારવારનું સ્થળ

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ

 

 

હેલ્પલાઇન

૧.

ત્રિકોણ બાગ, રાજકોટ

૯૮૯૮૦૧૯૦પ૯/૯૮૯૮૪ ૯૯૯પ૪

ર.

પેડક રોડ, રાજકોટ

૯૯૯૮૬ ૩૯૩૮ર

૩.

આત્મીય કોલેજ પાસે,

૯૫૭૪૪ ૦૦૦૨૮

૪.

કાલાવડ રોડ,રાજકોટ

 

 

કિશાનપરા ચોક, રાજકોટ

૯પ૭૪૪ ૦૦૦ર૮

પ.

માથાપર ચોકડી પાસે,

 

 

રાજકોટ

૯પ૭૪૪ ૦૦૦ર૮

૬.

કરૂણા એનિમલ હોસ્પિટલ

૯૮૯૮૦૧૯૦પ૯/ ૯૮૯૮૪૯૯૯પ૪

 

ગોંડલ રોડ ચોકડી પાસે,

 

 

તુલીપ પાર્ટી પ્લોટ પાછળ,

 

 

વાવડી, રાજકોટ

 

૭.

રાજકોટ મહાજનશ્રીની

૦ર૮૧-ર૪પ૭૦૧૯

 

પાંજરાપોળ, નદીનના

 

 

કાંઠે, ભાવનગર રોડ,

 

 

રાજકોટ

 

૮.

જીવદયા ઘર, ઇમ્પીરીયલ

૯૭ર૪૬ ૦૯પ૦ર

 

હાઇટસ, બીગ બજાર સામે,

 

 

૧પ૦ ફૂટ રીંગ રોડ,રાજકોટ

 

૯.

પંચનાથ એનીમલ હોસ્પિટલ

૯૪ર૮પ ૧૭૬૦૦

 

પંચનાથ મંદિર રાજકોટ

 

૧૦.

નાગરીક બેંક ચોક, ઢેબર રોડ રાજકોટ

૯૭ર૪૬ ૦૯પ૦ર

(3:45 pm IST)