Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

રવિવારે સ્વામી વિવેકાનંદની જયંતિ

  સ્વામી વિવેકાનંદ નો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે સિમલા ,  પાલ્લીમાં થયો હતો.સ્વામી વિવેકાનંદ નું બચપણનું નામ નરેન્દ્ર નાથ દત્ત હતું.તેમના પિતાનું નામ  વિશ્વનાથ દત્ત અને માતા નું નામ ભુવનેશ્વરી દેવી હતું. શ્રીરામકૃષ્ણ પરમહંસ તેમના ગુરુ હતા. તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ એવું દ્રઢપણે માનતા કે, બધા ધર્મા એક જ છે.જીવ જ શિવ છે અને  માનવસેવા એ જ સાચી પ્રભુસેવા છે. સ્વામી વિવેકાનંદ ૧૮૭૧ માં ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા.અને ૧૮૭૯ માં પ્રવેશપરીક્ષા પાસ કરી હતી. સ્વામી વિવેકાનંદ વિજ્ઞાન,ઇતિહાસ જેવાં અનેક વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમને વેદ,ઉપનિષદ, ભગવદગીતા, રામાયણ, અને સૂન્ય પુરાણો નો ઊંડો અભ્યાસ કર્યો હતો.તેઓએ  યોગ અને ધ્યાન નો  પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.  તેઓ કલાકો સુધી ધ્યાનમાં બેસતા હતા. સ્વામી વિવેકાનંદે૧૮૯૩ ની વિશ્વધર્મની પરિષદ માં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું હતું.સ્વામી વિવેકાનંદે હિન્દૂ ધર્મ અને યોગ નો પ્રચાર-પ્રસાર કરવામાં સિંહ ફાળો આપ્યો હતો.સને ૧૮૯૭ માં તેમણે શ્રીરામકૃષ્ણ મઠ અને રામ કૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.

સ્વામી વિવેકાનંદના વિચારો અને કાર્યો અનેક વિદ્વાનો દ્વારા પ્રશંસા પામ્યા છે.જુલાઈ-૪.૧૯૦૨ નારોજ માત્ર ૩૯ વર્ષની નાની વયે તેમનું અવસાન થયું હતું.છતાં આટલા વર્ષો પછી આજે પણ તેમના વિચારો- સિદ્ઘાંતો એટલા જ જીવનમાં ઉપયોગી થાય એવા છે.

 સ્વામી વિવેકાનંદની ૧૫૭મી જન્મજયંતિ પર કોટી કોટી વંદન....

ખોડીદાસ એન. સોમૈયા,

મો.૯૮૨૪૮ ૦૦૯૭૦

(3:43 pm IST)