Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

અકસ્માત કરી ઇજા કરવા અને પોલીસવાનને નુકશાન કરવા અંગે ટ્રક ચાલકનો છુટકારો

રાજકોટ, તા. ૯ : અત્રે ટ્રક ચાલક એ ડમ્પર સાથે ભટકાડી અને ટાટાસુમો (પોલીસવાન) સાથે ભટકાતા નુકશાની કરી ઇજા પહોંચાડયા અંગે પકડાયેલ રાજકોટના બળવંતસિંહ ધીરાજી મકવાણા સામેનો કેસ ચાલી જતા રાજકોટની કોર્ટએ આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરેલ હતો.

આ કેસ અંગેની વિગત એવી છે કે, રાજકોટના ગોંડલ રોડ ચોકડી પાસે તા. રર-૭-ર૦૧૧ના રોજ રાજકોટના ટ્રક ચાલક બળવંતસિંહ ધીરાજી મકવાણાએ પોતાના હવાલાવાળો ટ્રક પુરઝડપે ચલાવીને ડમ્પર સાથે અકસ્માત કરીને ડમ્પરના ચાલક ભરતભાઇ બજાણીયા રહે. જેતપુર વાળાને ઇજા પહોંચાડી અને ટાટાસુમો (પોલીસવાન) સાથે ભટકાતા નુકશાની કરી હતી.

આ બનાવ અંગેની ફરીયાદ ટાટાસુમો (પોલીસવાન)ના પી.એસ.આઇ.શ્રીએ રાજકોટ તાલુકા સ્ટેશનમાં નોંધાવેલ. જેથી પોલીસે ટ્રક ચાલક આરોપી બળવંતસિંહ ધીરાજી મકવાણાને આઇ.પી.સી. ર૭૯, ૩૩૭, ૪ર૭ તેમજ એમ.વી. એકટ ૧૩૪,૧૮૪,૧૭૭ વિગેરે મુજબના ગુન્હામાં ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. આ કેસ ચાલી જતા રાજકોટની અદાલતે ટ્રક ચાલક આરોપીના વકીલશ્રીની રજુઆતો, પુરાવા તેમજ દલીલોને માન્ય રાખી આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો.

આ કામમાં ટ્રક ચાલક આરોપી બળવંતસિંહ ધીરાજી મકવાણા રાજકોટના વકીલશ્રી રવિન્દ્ર જે. ત્રિવેદી તા વિરેન્દ્ર ભટ્ટ રોકાયેલ હતા.

(3:42 pm IST)