Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

પરીક્ષાથી ડરો નહીં એન્જોય કરો : કોચીંગ કલાસ ઓનર્સ એસો. દ્વારા રવિવારે સેમીનાર

રાજકોટ તા. ૯ : પરીક્ષાઓ આવે એટલે વિદ્યાર્થી અને વાલી બન્ને મુંજવણ અનુભવવા લાગે છે. પરંતુ આ મુંજવણનો નહીં એન્જોય કરવાનો અવસર છે. તેવી સમજ આપવા કોચીંગ કલાસ ઓનર્સ એસોસીએશન દ્વારા તા. ૧૨ રવિવારે સેમીનાર યોજવામાં આવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલાસીસ સંચાલકોએ જણાવેલ કે બોર્ડ એકઝામથી વિદ્યાર્થીઓ ડરતા હોય છે. આ ડરના કારણે પેપર હાથમાં આવે ત્યારે આવડતુ હોય તે પણ ઘણી વખત વિદ્યાર્થીઓ ભુલી જતા હોય છે. ત્યારે તેમનો આત્મ વિશ્વાસ કેળવાય તે માટે અમે એક સેમીનારનું આયોજન કરેલ છે.  જેમાં અમદાવાદથી આ વિષયના તજજ્ઞ સુહાગ પંચાલ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

તા. ૧૨ ના રવિવારે બપોર બાદ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં યોજાશે. પ્રથમ સેશન બપોરે ૨.૧૫ થી ૪.૩૦ અને બીજુ સેશન ૪.૪૫ થી ૬.૩૦ નુંૅ રહેશે.વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વિનામુલ્યે સેમીનારનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વિનામુલ્યે રજીસ્ટ્રેશન કરાવી એન્ટ્રી પાસ મેળવવા મો.૯૦૩૩૦ ૭૭૭૨૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પ્રકાશ કરમચંદાણી-પ્રમુખ, ધર્મેશ છગ-ઉપપ્રમુખ, નિકુંજ ચનાભટ્ટી-એડવાઇઝરી હેડ, જયદીપ ગઢીયા- કમીટી મેમ્બર, અમિત વખારીયા-કમીટી મેમ્બર, બૌધ્ધિક પારેખ- પ્રોજેકટ હેડ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)