Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

૨૬મી જાન્યુઆરીની ઉજવણી : ફલેગ ઓફ યુનિટી તથા અન્ય કામો માટે કલેકટરમાં મોડી રાત સુધી કામગીરી

રાજકોટ  :  રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી થનાર હોય તંત્ર વિશ્વ વિક્રમ સર્જતો ફલેગ ઓફ યુનિટી ત્રીરંગો બનાવી રહયું હતું. કુલ ૪૨ હજારમાંથી ૨૫ હજારથી વધુ કાગળો તૈયાર થયા છે તે ૧૧ હજારથી વધુ જોઇન્ટ કરી લેવાયાં છે, આજે રૂરલ પોલીસના જવાનો પાસે ફલેગ બનાવનાર વિરાજબા મહીડા જાડેજાએ કાગળ ફોલ કરાવ્યા તે નજરે પડે છે. આ પ્રસંગે ડે. કલેકટરઙ્ગ્શ્રી પૂજા જોટણીયા અને અન્યો મદદે રહયા હતા. રાજયકક્ષાની ઉજવણી હોય કલેકટર તંત્ર ઉંધા માથે છે. ઉજવણી સેલના કર્મચારીઓ રાત્રે ૧૨ સુધી કામગીરી કરી રહયા છે તે નજરે પડે છે.

(3:40 pm IST)