Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

હિરાસર એરપોર્ટઃ બાકીની ર૦% રકમ ૧૩ ખેડૂત આસામીને ચુકવાઇઃ ૯ કરોડ ર૮ લાખ અપાયા

રાજકોટ : આજે હિરાસર એરપોર્ટ અંગે ત્રણ ગામ ડોસલીધુના, હીરાસર-ગારીડાના ૧૩ જેટલા ખેડૂત આસામીઓને જમીન સંપાદનના બાકીના ર૦ ટકા રકમના ચેક ગાંધીનગરથી આવેલા ખાસ જમીન સંપાદન અધિકારીશ્રી પ્રજાપતિ અને ના. મામલતદાર શ્રી રૈયાણીએ સુપ્રત કર્યા હતાં, બાકીની કુલ ૯ કરોડ ર૮ લાખની રકમ ચુકવી હતી. જેમાં ડોસલીધુના ખેડૂતોને ૭૬ લાખ ૮૪ હજાર, હીરાસરના ખેડૂતોને ૧ કરોડ ૮૩ લાખ અને ગારીડાના ખેડૂતોને ખેતીની જમીનના ૧ કરોડ ૧ લાખ અને બીનખેતીના પ કરોડ ૬૬ લાખ મળી કુલ ૯ કરોડ ર૮ લાખની રકમ ચુકવાઇ તે નજરે પડે છે.

(3:35 pm IST)