Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વોર્ડ નં. ૧૦ના ઉમા પાર્કમાં ડામર રોડ કામનો પ્રારંભ

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧૦ ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાના પ્રયત્નોથી પુષ્કરધામ રોડ ઉપર આવેલ ઉમા પાર્ક સોસાયટીના આંતરીક રસ્તાઓમાં ડામર રોડનું કામ મંજૂર થતાં આ સોસાયટીના સ્થાનીક આગેવાનો, ઉમીયા સેવા પ્રગતિ મંડળના પ્રમુખ પ્રો. ગીરીશભાઇ ચારોલા, મહિલા અગ્રણી સવિતાબેન નાગપરા તથા શહેર કોંગી પ્રમુખ અશોકભાઇ ડાંગરના હસ્તે કામનો શુભારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયા, ઉમા ભવનના સભ્યશ્રીઓ, વોર્ડના કોંગી અગ્રણીઓ અંકુર માવાણી, ધવલભાઇ પટેલ, મયંકભાઇ હાથી ઉપરાંત સ્થાનીકો સર્વશ્રી છગનભાઇ નાગપરા, શાંતિલાલ મેંદપરા, પ્રદીપભાઇ પરસાણા, અશ્વિનભાઇ પટેલ, અમીતભાઇ કાસુન્દ્રા, સંજયભાઇ વાછાણી, હાર્દિકભાઇ વાંસજાળીયા, બ્રિજેશભાઇ ગમઢા, ભુપતભાઇ ભીમાણી, નિતીનભાઇ જીવાણી, ભાવીનભાઇ પાંચાણી, મોહિત ધડુક, હસમુખભાઇ ભુવા, જયોત્સનાબેન મેઘપરા, અંજલીબેન ભીમાણી, મયુરીબેન પટેલ, નેહાબેન વાછાણી, અંકિતાબેન પટેલ, કાજલબેન કલોલા, હંસાબેન પાંચોટીયા વગેરે બહોળી સંખ્યામાં સ્થાનીકો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:34 pm IST)