Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

વોર્ડ નં.૪ માં નિર્માણ પામેલ હોલનું સંત વેલનાથ હોલ નામકરણની રજૂઆત

ચૂંવાળીયા કોળી ઠાકોર મહામંડળ અને માનવ સેવા એકતા સમિતિ દ્વારા વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને પત્ર પાઠવ્યો

રાજકોટ : સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર મહામંડળ અને માનવ સેવા એકતા સમિતિ રાજકોટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાને શહેરના પુર્વ ઝોન  વિસ્તારમાં આવેલ વોર્ડ નં. ૪ માં મોરબી રોડ નવા જકાત નાકા પાસે નિર્માણ પામી રહેલા કોમ્પ્યુનીટી હોલનું નામકરણ સંત વેલનાથ કરવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી. આ રજૂઆતમાં દેવાંગભાઇ કુકાવા, રીટાબેન વડેચા, સંજયભાઇ વડેચા, ડાભીભાઇ, પિયુષ ચંદ્રોલા વગેરે આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:32 pm IST)