Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કુંડલીયા કોમર્સ કોલેજમાં મેગા જોબફેર

રાજકોટઃ મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી જે. જે. કુંડલીયા કોમર્સ કોલીેજ, રાજકોટ અને મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, રાજકોટનાં સંયુકત ઉપક્રમે શ્રી નરભેરામ હોલ, બાલભવન, રેસકોર્ષ ખાતે મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબફેરમાં કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, સિન્ડીકેટ સભ્ય ધરમભાઇ કાંબલિયા, હરદેવસિંહ જાડેજા, પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશભાઇ જોષી, પ્રિન્સીપાલ ડો. સ્મિતાબેન ઝાલા, પ્રિન્સીપાલ ડો. અજિતાબેન જાની તેમજ ટ્રસ્ટ સંચાલિત શાળાઓનાં આચાર્યશ્રીઓ ખાસ ઉપસ્થિત હાજર રહેલ. આ મેગા જોબફેરમાં રાજકોટની પ૯ જેટલી કંપનીઓ ઇન્ટરવ્યુ માટે હાજર રહેલ. આ મેગા જોબફેરમાં રાજકોટની તમામ કોલેજોમાંથી ર૮૩૭ જેટલા વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવેલ. રપ૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ મેગા જોબફેરમાં ભાગ લીધેલ. ઇન્ટરવ્યૂ બાદ ઘણા વિદ્યાર્થીઓને એ જ સમયે ઓફર લેટર પણ આપી દેવાયા હતા. આ મેગા જોબફેરનું સંચાલન ડો. દિલીપસિંહ ડોડિયા અને જલદીપભાઇ ચૌહાણ તથા ઉદ્દિશાના કો-ઓર્ડિનેટર ડો. મીનાબેન મકવાણાએ કરેલ કાર્યક્રમમાં પ્રાર્થના તેમજ મહેમાનોનું સ્વાગત કોલેજનાં પ્રિન્સીપાલ ડો. પ્રીતિબેન ગણાત્રાએ કરેલ હતું. કાર્યક્રમની રૂપરેખા કોલેજનાં પ્રા. શ્રી જીનલબેન સોલંકી એ તૈયાર કરેલ હતી. મદદનીશ નિયામકશ્રી, રોજગાર કચેરી, રાજકોટ કચેરીનાં શ્રી ચેતનાબેન મારડીયાએ વિદ્યાર્થીઓને ઉત્સાહપ્રેરક પ્રવચન આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના અંતે આભારદર્શન કોલેજનાં પી.ટી.આઇ. ડો. હાસમભાઇ ભાલિયાએ કરેલ હતું. આ ઉપરાંત કોલેજનાં તમામ સ્ટાફ પરિવાર તથા કોલેજનાં સ્વયંસેવક વિદ્યાર્થીઓએ જોબફેરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલ હતી.

(3:31 pm IST)