Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

સ્ટેટ ડાન્સ સ્કેટ સ્પોર્ટસ કોમ્પીટીશન

તાજેતરમાં અમદાવાદ ખાતે ડાન્સ સ્કેટ સ્પોર્ટ ચેમ્પીયનશીપ ૨૦૨૦ નું આયોજન કરાયુ હતુ. જેમાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, બરોડા, સુરત અને અલગ અલગ જિલ્લામાંથી બાળકોએ ભાગ લીધો હતો. બાળકો સ્કેટ પહેરી કલાસીકલ ડાન્સ, સેમી કલાસીકલ, ફોક, ફ્રી સ્ટાઇલ હીપહોપ, કન્ટેમ્પરરી, ટ્રેડીશ્નલ તથા સ્લીમનાસ્ટીક જેવી અલગ અલગ કૃતિ રજુ કરેલ. રાજકોટ પુજા હોબી સેન્ટરના ૨૫ બાળકોએ અલગ અલગ કેટેગરીમાં તથા એઇજગૃપમાં પાર્ટીસીપેટ કરેલ. સોલો ડાન્સ, ફોક ડાન્સ કેટેગરીમાં પ વર્ષની રાહી નાગવેકરે ઘુમરો ડાન્સ સ્કેટ પહેરીને રજુ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૮ વર્ષના કુશ મહેતાએ મોર્ડનમાં ફુલ જલ્સા સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૧૦ વર્ષના નિર્વેદ બાવીસીએ દેશભકિતની કૃતી રજુ કરી ફિલ્મી કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૧૦ વર્ષની ધ્યાની કાછડીયાએ ફ્રી સ્ટાઇલમાં સરસ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૧૨ વર્ષના શૌર્ય ભાવસારે મોર્ડન કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવેલ. ખ્યાબ અંતાણીએ હીપહોપ સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૧૪ વર્ષની ક્રિષા મહેતાએ ફિલ્મી ફોક ડાન્સનું મીકસીંગ કરી ગોલ્ડ મેડલ મેળવેલ. ઉપરાંત ડયુએટ ડાન્સમાં નિર્વેદ બાવીસી અને શૌર્ય ભાવસારે મા વિષેની લાગણી વ્યકત કરતી કૃતિથી સૌને ભાવવિભોર કરી દઇ ગોલ્ડ મેડલ મેળવેલ. ગ્રુપ ડાન્સમાં 'વંદેમાતરમ' ૪ વર્ષથી ૧૯ વર્ષના ર૩ બાળકોએ રજુ કરતા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવેલ. આ કૃતિમાં નિસર્ગ કાગડા, ક્રિષા મહેતા, સીમરન તંતી, અપૂર્વ પોપટ, માહી દુદકીયા, ધ્યાની કાછડીયા, તીર્થા લીંબાસીયા, કાવ્યા ગેરીયા, ખુશી અનડકટ, શૌર્ય ભાવસાર, પ્રેમ ગાંધી, નિર્વેદ બાવીસી, વિયોના ભગદેવ, જય ગોસાઇ, કુશ મહેતા, રાહી નાગવેકર, દેવંશ મોદી, વિવાન ચંડીભમર, બંસી પોપટ, હેત માનસતા, તનવીર શેખ, ખ્વાબ અંતાણી, જીયા ઢોલરીયાએ ભાગ લીધો હતો. આ તમામ બાળકો નેશનલ કોમ્પીટીશનમાં કવોલીફાઇ થયા હતા. પુજા હોબી સેન્ટર તથા ડાન્સ સ્કેટ સ્પોર્ટસ એસો. રાજકોટના તમામ કમીટી મેમ્બરો જવાહરભાઇ ચાવડા (કેન્દ્રીય મંત્રી), મૌલેશભાઇ પટેલ (બાન લેબ્સ), સુરેશભાઇ ત્રિવેદી, હિમાંશુભાઇ રાણા, ઉમેશભાઇ શેઠ, વિજયભાઇ કારીયા, ડો. પૂજા રાઠોડ, દીપબેન, સંચાલિકા શ્રીમતી પુષ્પાબેને તમામને અભિનંદન પાઠવેલ. આ તમમામ બાળકોનું તા. ૧૨ ના સાંજે પ વાગ્યે બાલભવન ખાતે સન્માન કરાશે.

(3:31 pm IST)