Gujarati News

Gujarati News

News of Thursday, 9th January 2020

કેન્સર એટલે કેન્સલ નહિં : સમયસર નિદાન અને વ્યાપક જન જાગૃતિથી કેન્સરને નાથી શકાય : ડો.દલસાણીયા

મુળ ગોંડલ હાલ કેલીફોર્નિયામાં કેન્સર રોગના સુપર સ્પેશ્યાલીસ્ટ કહે છે કે દારૂ, તમાકુ, સ્મોકીંગથી કેન્સરના દર્દીમાં ચોંકાવનારો વધારો : હેલ્ધી ખોરાક અને તંદુરસ્તી જીવનશૈલી અપનાવવા સલાહ : સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલની મેડીકલ ટીમ અને સુવિધાથી ખૂબ પ્રભાવિત થતા ડો.ચિરાગ દલસાણીયા

રાજકોટ : જન્મભૂમિ ગોંડલ હાલ કેલિફોર્નિયા ખાતે કેન્સરના રોગના નિષ્ણાંત ડો. ચિરાગ દલસાણીયા તાજેતરમાં રાજકોટ- સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. તેઓએ સૌરાષ્ટ્રની ટોચની સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સિનર્જી હોસ્પિટલમાં તબીબી ટીમ અને સુવિધાથી ખૂબ પ્રભાવિત થયા હતા. પ્રસ્તુત તસ્વીરમાં ડો.ચિરાગ દલસાણીયાને આવકારતા ક્રિટીકલ કેર ઈન્ટીવીસ્ટ ડો.જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ, ડો.દર્શન જાની, ડો.જીગર પાડલીયા, ડો.સુરસિંહ બારડ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૯ : કેન્સર એટલે કેન્સલ નહિં.... કેન્સરના રોગની જો સમયસર નિદાન અને સારવાર કરાવવાથી ચોક્કસપણે મટાડી શકાય છે તેવું કેલીફોર્નિયાના જાણીતા કેન્સર રોગ નિષ્ણાંત ડો.ચિરાગ દલસાણીયાએ જણાવ્યુ છે.

સૌરાષ્ટ્રની ટોચની એક જ જગ્યાએ તમામ રોગની સારવાર ઉપલબ્ધ સિનર્જી સ્પેશ્યાલીટી હોસ્પિટલની મુલાકાતે અમેરીકાના કેલીફોર્નિયાના કેન્સરના રોગના સુપર સ્પેશ્યાલીસ્ટ હિમોટોલોજી ઓન્કોલોજી ડો.ચિરાગ દલસાણીયાએ શુભેચ્છા મુલાકાત લઈ સિનર્જી હોસ્પિટલના કાર્ડીયાક, ન્યુરો, નર્સીંગ, ઈમરજન્સી, મેડીસીન, આઈસીયુ, ઓપરેશન થિયેટર અને દર્દીઓ માટેના રૂમોમાં નેગેટીવ - પોઝીટીવ પ્રેસર સહિતની સુવિધા નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા.

સિનર્જી હોસ્પિટલમાં ડો.ચિરાગ દલસાણીયાએ ક્રિટીકલ કેર ડો.જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ, ડો.દર્શન જાની, ડો.જીગર પાડલીયા, ન્યુરો વિભાગના ડો.દિનેશ ગજેરા, ડો.સંજય ટીલાળા, ડો.પ્રસાદ તેમકર, ન્યુરો ફીઝીશ્યન ડો.અલ્પેશ સનારીયા, લેપ્રોસ્કોપી સર્જન ડો.રાજન જગ્ગડ, ડો.ધર્મિલ દોશી, ઓર્થોપેડીક ડો.નરસિંહ વેકરીયા, ડો.પરેશ પંડ્યા, કાર્ડીયોલોજીમાં ડો.કિંજલ ભટ્ટ, ડો.નિલેશ માકડીયા, ડો.વિશાલ પોપટાણી, ડો.સત્યમ ઉધરેજા, ડો.શ્રેણીક દોશી, ડો.તેજસ પંડ્યા, ડો.માધવ ઉપાધ્યાય, ડો.અજય પાટીલની બેસ્ટ ટીમ હાલ દર્દીઓની સુખાકારી માટે કાર્યરત છે. સિનર્જી હોસ્પિટલમાં કવોલીટી કંટ્રોલ થઈ રહી છે. ડોકટરોની ઝડપી સેવાથી દર્દીઓની રિકવરી પણ ખૂબ ઝડપી થઈ રહી છે.

ગોંડલના જાણીતા ફિઝીશ્યન શ્રી ડો.જે.ડી. દલસાણીયાના સુપુત્ર ડો. ચિરાગ દલસાણીયાએ તેનું પાયાનું શિક્ષણ ગોંડલમાં લીધા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સૌરાષ્ટ્ર હાઈસ્કુલમાં મેળવ્યા બાદ અમદાવાદની બી.જે. મેડીકલ કોલેજમાં એમબીબીએસ અને એમડીનો અભ્યાસ કર્યો. ઈન્ટરનલ મેડીસીન રૂબટ વુડ જોન્સન મેડીકલ કોપર યુનિવર્સિટીમાં ફેલોશીપ હાંસલ કરેલ. તેમજ હિમોટોલોજી, કોપર કેન્સર ઈન્સ્ટીટયુટમાંથી ફેલોશીપ મેળવી છે.

કેન્સર રોગના સુપર સ્પેશ્યાલીસ્ટ ડો.ચિરાગ દલસાણીયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, યુએસએ કરતાં ભારતમાં કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. આપણા દેશની લાઈફ સ્ટાઈલ અને જંક ફૂડ તેમજ જાગૃતિના અભાવે કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થાય છે. બ્રેસ્ટ કેન્સર, આંતરડા કેન્સર, ફેફસાં કેન્સર અને મોઢા, ગળાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.

(1:29 pm IST)